Gujarat
ગોધરા ખાતે આગામી ૨૪ જુલાઈના રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
ગોધરા ગ્રામ્ય તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૭/૨૦૨૪ના રોજ સવારના ૧૧ કલાકથી પુર્ણ ન થાય ત્યાં સુધી યોજવામાં આવનાર છે.
સંબંધકર્તા નાગરિકોએ તેઓના (સેવાકીય,કોર્ટમેટર,રહેમરાહે નોકરી,પેન્શન સિવાયના) પ્રશ્નો લેખિતમાં તાલુકા સ્વાગતમાં તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મામલતદાર કચેરી, ગોધરા ગ્રામ્યને મોકલી આપવાના રહેશે.અરજી ઉપર “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”ના મથાળા હેઠળ અરજી એવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.તા.૧૨/૦૭/૨૦૨૪ સુધીમાં મળેલ અરજીઓનો ચાલુ માસમાં સ્વાગત કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે.
તાલુકા સ્વાગત માટે
______
(૧) લાંબા સમયના જ પડતર પ્રશ્નો અંગે જ અરજી કરવાની રહેશે.
(ર) તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને કરેલ રજુઆતની નકલ સહ અરજી કરવાની રહેશે.
(3)આ કાર્યક્રમમાં રજુ થતા પ્રશ્નોનો તાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા જ તેમજ સેવાકીય,કોર્ટમેટર, રહેમરાહે નોકરી, પેન્શન, નિતિવિષયક તથા આક્ષેપો સિવાયના પ્રશ્નો હોવા જોઈએ.
(૪ )આ કાર્યક્રમમાં અરજદારે જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના જ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે. કોઈ વકીલ કે અન્ય વ્યક્તિ દ્વારા રજુઆત કરાવી શકાશે નહિ
(૫) આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામૂહિક રજુઆતો કરી શકશે નહિ તેમ મામલતદાર ગોધરા ગ્રામ્ય દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
* ગોધરા ગ્રામ્યની જાહેર જનતા ૧૨ જુલાઈ સુધી રૂબરૂ અથવા ટપાલ દ્વારા ગોધરા મામલતદાર કચેરી ખાતે અરજી રજૂ કરવાની રહેશે