Chhota Udepur

ટીબી રોગના દર્દીઓ માટે જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે કીટ વિતરણ કરવામાં આવી.

Published

on

ટીબી  ની સારવાર સરકાર તરફથી વિનામૂલ્યે મળે છે પરંતુ દવાઓ ઉપરાંત સારો પૌષ્ટિક આહાર લેવો પણ અનિવાર્ય હોય અને તે માટે સરકાર દ્વારા નિક્ષય મિત્ર નામની સ્કીમ અંતર્ગત ટીબી રોગના દર્દીઓ ને છ મહિના સુધી દત્તક લઇ  જરુરી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને આપવા અને દર્દી ને ઝડપથી રોગમુક્ત થવા માં મદદરૂપ થાય તે માટેના પ્રયત્નો થઇ રહ્યા છે ત્યારે જીલ્લા ક્ષય છોટાઉદેપુર નાં સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઈઝર પરેશભાઈ વૈદ્ય નાં પ્રયાસો થી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા વડોદરા નાં દાતાઓના સહયોગથી આજરોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબી રોગના દર્દીઓ ને પૌષ્ટિક આહાર કીટ વિતરણ કરવામાં આવી હતી.

પૌષ્ટિક આહાર કીટ વિતરણ કાર્યક્રમમાં પૌષ્ટિક આહાર કીટ આપવામાં  સહયોગ કરનાર વડોદરા નાં રમેશ ચોકસી,  સુધીર જાની, નિલકંઠ વ્યાસ, જિલ્લા તાલીમ કેન્દ્ર નાં સિનિયર મેડિકલ ઓફિસર ડો.આશિષ‌ બારીયા સહિત જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર નાં વાલસિંગભાઈ રાઠવા સહિત લાભાર્થી ટીબી નાં દર્દીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Advertisement

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

 

Advertisement

Trending

Exit mobile version