Gujarat

ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાનવડ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

Published

on

પ્રતિનિધિ, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

નવમાં તબક્કાના ”સેવાસેતુ” કાર્યક્રમ પાવીજેતપુર વિધાનસભા જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાનવડ ગામે સેવાસેતુ કાર્યક્રમ શ્રી એસ સી શાહ સાર્વજનિક વિદ્યાલયમાં યોજાયો હતો.સેવા સેતુ ના કાર્યક્રમનું ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે દિપ પ્રાગટ્ય કરી ઉદઘાટન કરાયું હતું

કવાંટ તાલુકાના પાનવડ રાયપુર સિંહાદા કનલવા રાયસા અસાર માણાવાંટ ખાટીયાવાંટ ખેરકા ,સહિતના આસપાસના ગામના લોકોએ સેવાસેતુનો લાભ લીધો હતો. રાજ્ય સરકારના વહીવટમાં ઉકેલની ઝડપી વધે તે માટે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, સેવાસેતુ અગાઉ ત્રીજા તબક્કો સરકારે પૂર્ણ કર્યા છે. આ ”સેવાસેતુ” કાર્યક્રમમાં પ્રજાજનોને સીધો લાભ મળતા તેઓને સ્થળ પર જ આવકના દાખલા, રેશનકાર્ડ, આધારકાર્ડ, મા-વાત્સવલ્ય કાર્ડ, મા અમૃત્તમકાર્ડની અરજીઓનો સ્વીકાર, સીનીયર સીટીઝન પ્રમાણપત્ર, દિવ્યાંગ પ્રમાણપત્ર, વિધવા સહાય, વૃધ્ધ નિરાધાર સહાય જેવી અરજીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આવા ”સેવાસેતુ” યોજીને ઝડપથી પ્રજાજનોને સીધા લાભો આપવા સરકારે નિર્ધાર કર્યો છે અને સરકારે પ્રજાલક્ષી લાભો સીધે-સીધા સ્થળ પર જ મળી રહે તથા સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમાં 138જેતપુર પાવી ના માન્ય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા,જિલ્લા પંચાયત ના સભ્ય શ્રી સુરેશભાઈ કવાંટ તાલુકાપંચાયત ના ઉપ પ્રમુખ શ્રી ભારેશ ભાઈ ,મામલતદારકવાંટ ર,તાલુકા વિકાસ અધિકારી સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ લાભાર્થીઓ ઉપસ્થીત રહ્યા હતા. અમલીકરણ વિભાગોના અધિકારીઓ/કર્મચારીઓએ ફરજ બજાવી અને સેવાસેતુ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version