Gujarat

વડોદરા શહેરના ૩૦ સ્થળોએ પાણીમાં ન્હાવા તથા ભીડ થવા પર પ્રતિબંધ

Published

on

પોલીસ કમિશનરે જોખમી સ્થળોની ઓળખ કરી પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે વડોદરા કમિશનરેટ વિસ્તારમાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૩૦ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે ભીડ ભેગી થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

Advertisement

જોખમી સ્થળોની યાદી જોઈએ તો, હરણી વિસ્તારમાં હરણી લેક ઝોન (મોટનાથ તળાવ), હરણી લેક ઝોન તળાવ, હરણી ગામ તળાવ હનુમાન મંદિર સામે,  ખોડીયાર નગર તળાવ, દરજીપુરા ગામ તળાવ, કોટાલી – સમા નર્મદા કેનાલ, અટલાદરા વિસ્તારમાં અટલાદરા ગામ, વારસિયા ધોબી તળાવ, રાવપુરા સુરસાગર, ફતેગંજ છાણી કેનાલ, સમા તળાવ, ગોત્રી તળાવ, વાસણા તળાવ,  સરસીયા તળાવ, છાણી વિસ્તારમાં છાણી તળાવ, આધા તલાવડી, દશરથ તળાવ, મલાઈ તળાવ, પદમલા તળાવ, નાથા તળાવ અને મીની નદી, લક્ષ્મીપુરા વિસ્તારમાં સ્મશાન પાસેનું તળાવ, અંકોડિયા કેનાલ, ગોત્રી-સેવાસી કેનાલ, જેપી રોડ વિસ્તારમાં મુજમહૂડા વિશ્વામિત્રી નદી, તાંદલજા ગામ તળાવ અને વડોદરા ગ્રામ્ય વિસ્તારના મહીસાગર નદી (કોટણા અને અનગઢ ગામ) અને ફાજલપુર મહીસાગર માતાના મંદિરને જોખમી સ્થળ/વિસ્તાર જાહેર કરી પાણીમાં ન્હાવા કે ભીડ થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું તા. ૨૯/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

Advertisement

Trending

Exit mobile version