Gujarat
વીજ પુરવઠો અનિયમિત મળતા કેરોસીન ની માંગ ઉઠી
વીજળીની સમસ્યાને લઈ ઘોઘંબા આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સાથે રાખી મામલતદાર તથા MGVCL કચેરીએ આવેદનપત્ર આપ્યુ વીજ પુરવઠો ન મળતા કેરોસીન ફરીથી ચાલુ કરવાની માંગ કરી. ઘોઘંબા તાલુકામાં અનિયમિત વીજળીને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે તેના અનુસંધાને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજરોજ ઘોઘંબા મામલતદાર તથા mgvcl કચેરી આવેદનપત્ર આપ્યું હતું જ્યોતિ ગ્રામ યોજના અંતર્ગત ગ્રામજનોને વીજ કનેક્શન આપવામાં આવે છે પરંતુ કલાકો અને દિવસો સુધી વીજળી ન મળતા અંધકાર છવાય જાયછે જેના કારણે બાળકોને ભણવામાં તકલીફ પડે છે તેથી ગ્રામ્ય વિસ્તારમાં કેરોસીન નો પુરવઠો ફરી આપવામાં આવે તેમ જ સમયસર વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ સાથે ઘોઘંબા મામલતદાર અને MGVCL કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અગાઉના આવેદનની કોઈપણ જાતની કામગીરી ન થતા નારાજગી વ્યક્ત કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો
(ગોકુળ પંચાલ દ્વારા )