Gujarat

વેશભૂષામાં ડાકોરના કાળીયા ઠાકોર(રણછોડજી) રંગ રાખ્યો તુષાર વર્માને પુરસ્કાર આપી સન્માનિત કરાયા

Published

on

કાનપુર ખાતે (યુ.પી)માં ફેશનનું આયોજન કરવામાં આવ્યું હુન્નર ફેશન દિવ્યાંગ બેલેન્સ શોમાં કાનપુર (યુ.પી)માં કેબિનેટ મંત્રી દ્વારા બેસ્ટ નૃત્યકાર એવોર્ડ દ્વારા માસ્ટર પીન્ટુ વર્મા નું સન્માન કરવામાં આવ્યું.

તારીખ 12 અને 13 જુલાઈ 2024 ના કાનપુર ખાતે (યુ.પી)માં ફેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેશનલ અને ઇન્ટરનેશનલ દિવ્યાંગો એ ભાગ લીધો હતો. જેમાં કાનપુર ખાતે ચાલતી દિવ્યાંગ સોસાયટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેબિનેટ મંત્રી ઓમ પ્રકાશ રાજગોર અલગ-અલગ મહાનુભાવો હાજર રહ્યા હતા. જેમાં ગુજરાતનું ગૌરવ પ્રાપ્ત કરનાર ખેડા ગળતેશ્વર (સેવાલિયા)ના તુષાર વર્મા  (માસ્ટર પીન્ટુ) જેમણે દ્વારકાધીશ (રણછોડરાય)કાળીયા ઠાકોરનું વેશ ધારણ કરી નૃત્ય રજૂ કર્યું હતું.મંત્રી અને મહેમાનોને તેમના નૃત્ય દ્વારા મંત્રમુગ્ધ કર્યા હતા. આયોજકો દ્વારા તુષારવર્મા ને ગિફ્ટ-પુરસ્કાર સર્ટિફિકેટ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

Advertisement

 

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ

Advertisement

ખેડા: ગળતેશ્વર

Advertisement

Trending

Exit mobile version