Chhota Udepur

હેલ્લો…ક્યા આપ સ્ટોક માર્કેટ મે ઇન્વેસ્ટમેન્ટ કરકે પૈસે કમાના ચાહતે હૈ ? આવુ કહીં ઠગાઇ કરનાર બે ઝડપાયા

Published

on

 

આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે હવે છોટાઉદેપુર પોલીસ સાયબર ક્રાઇમ હવે સજ્જ થયુ છે.

Advertisement

છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ સાયબર ગુનાના કામે અલગ અલગ રાજ્યોમાથી બે ગુનેગારોને છોટાઉદેપુર સાઈબર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયા હતા. અત્રેના પોલીસ સ્ટેશને તા.૧૮ જૂને ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તા.૨૦ ડિસે.૨૦૨૩થી ૧૯ જાન્યુ. ૨૦૨૪ દરમિયાન એસ.એફ. મેનેજમેન્ટમાં રોકાણ કરવા માટે એડિક્ટિવ લર્નિંગ ટેકનોલોજીના નામે મેક્સપોઝર શેર લિમિટેડના આઇપીઓ લોટની લેવેચ કરવાના ટ્રેડિંગ દરમિયાન તમન્ના ભાટીયા સહીતના અન્ય ઈસમોએ રૂપિયા ૧૨,૦૩,૦૦૦ જમા કરાવડાવી ઓનલાઇન છેતરપિંડી કરી ફરિયાદીને આર્થિક નુકસાન કરી ગુનો કર્યો હતો. જેમાં બે પરપ્રાંતીય આરોપીને છોટાઉદેપુર સાઈબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે.

યુપીઆઈ મારફતે રૂા.૨૦૦૦ એમ કુલ રૂા.૭૦૦૦ જમા કરાવી ફરીયાદીને લાલચ આપનાર ખાતા ધારક તથા વપરાશકર્તા તમામે ભેગા મળી ગુનાહીત કાવતરું રચી પોતાની અસલ ઓળખ છુપાવી કંપનીઓના નામે ખોટા નામ આપી ખોટા દસ્તાવેજો ઉભા કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી કુલ રૂ.૧૨,૦૩,૦૦૦ જમા કરાવડાવી ફરિયાદી સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હતી. આ કામે તપાસ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ એચડીએફસી બેંક એકાઉન્ટ નંબરના ખાતા ધારક તરીકે આરોપી લોકેશ ખટીક રહે.રથાજના અને સંજીવ મહેન્દ્ર પ્રતાપસિંઘ (યુપી) સહિતનાએ અલગ અલગ ૭ કંપની ઉભી કરી ઓનલાઇન ફ્રોડ કરતાં પકડી કાર્યવાહી કરી હતી.

Advertisement

પ્રતિનિધિ, કાજર બારીયા    (અવધ એક્સપ્રેસ)

Advertisement

Trending

Exit mobile version