Gujarat
ગ્રામપંચાયત વિકાસના કામોની તપાસ દરમિયાન ડીડીઓ ને પત્રકારોની હાજરી ખુંચી
દરેક જ્ગ્યાએ પત્રકારોની હાજરીને પત્રકારત્વ ન કેહવાય…(જીલ્લા વિકાસ અધિકારી)
દધાલિયા ગ્રામ પંચાયત સરપંચ દ્વારા કરવામાં આવતા વિવિધ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર ને ગેરરીતિઓ આચર્યો હોવાનો આક્ષેપ કેટલાક અરજદાર દ્વારા લગાવવામાંઆવ્યો હતો.ને તેની અરજી ઓ કરેલ.
કડાણા તાલુકાના દધાલિય ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારની ઉઠેલી બુમને કારણે જીલ્લા વિકાસ અધિકારીએ તપાસ શરૂ કરવામાં આવી હતી દધાલીય પંચાયતમાં સરકારના વિવિધ વિકાસ લક્ષી કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાની લેખિત જાણ પંચાયતના ૯ અરજદાર દ્વારા કરવામાં આવી હતી જીલ્લા વિકાસ અધિકારી દ્વારા ટીમ બનાવી સરપંચ દ્વારા કરવામાં આવેલ કામોની તપાસ ચાલુ કરવામાં આવતા તાલુકામાં ખળભળાટ જોવા મળ્યો હતો દાધાલિતા પંચાયતમાં 10 થી વધુ વાહનો સાથે પહોંચેલ અધિકારીઓનો કાફલો જોવા લોક ટોળા ઉમટી પડતાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા અરજદાર તેમજ પત્રકારોને આ તપાસથી દુર રાખ્યા હતા તપાસ દરમિયાન લાભાર્થીઓને માત્ર સ્થળ ઉપર થયેલ કામ પૂછવામાં આવતું હતું જ્યારે આ કામ કોના સમય અને કયા વર્ષમાં થયું હોવાનું વિગતો છૂપાવવામાં આવી હોવાનું તેમજ આ તપાસમાં ભીનું સંકેલાય રહ્યું જણાતા અરજદાર દ્વારા કામની સ્પષ્ટતા લાભાર્થી પાસે કરાવવામાં આવતા જીલ્લા વિકાસ અધિકારી બગડ્યા હતા જીલ્લા વિકાસ અધિકારીએ તપાસ અધિકારીઓ સિવાય દરેકને દુર ખસેડી દીધા હતા ત્યારે આ તપાસ દરમિયાન પત્રકારોની હાજરી ખુચતા દરેક જગ્યાએ પત્રકારોની હાજરીને પત્રકારત્વ ન હોવાનું જીલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યુ હતુ ત્યારે છેલ્લા ૧૧ માસથી વારંવાર તપાસ માટે કરેલ અરજી બાદ દધાલિયા પંચાયત મા થયેલ કામની તપાસ શરૂ થતાં કડાણા તાલુકામાં.. વિકાસ નાં કામો માં ગોબાચારી કરનારા ઓમા ફફડાટ ની લાગણી ફેલાઇ છે.
દધાલીયા ગ્રામપંચાયત માં સરપંચ નાં પીતા દ્વારા વહીવટી કરાતો હોય ને સરપંચ નાં પીતા દ્વારા જ વિકાસ નાં કામો નાં બીલો નાં ચેકો લ ઈને પંચાયત ધારા ની જોગવાઈઓ નો ભંગ કરીને ખોટી રીતે અંગત લાભ લીધો હોય સરપંચ ને હોદ્દા પર થી દુર કરવા ની ને નિષ્પક્ષ તટસ્થ તપાસ થાય તેમ ગ્રામજનો ઈચ્છી રહ્યા છે.