Chhota Udepur
ચિલ્ડ્રન હોમના બાળકો પણ સ્વચ્છતા હી સેવા અભિયાન થકી સ્વચ્છતાના પાઠો શીખ્યા
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
સમાજ સુરક્ષા કચેરી હસ્તગત ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકોને પણ સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતાના પાઠો શીખવામાં આવ્યા હતા. સમાજ સુરક્ષા કચેરી હસ્તકની બાળ સુરક્ષા એકમમાં રહેતા બાળકોને પણ જીવનમાં સ્વચ્છતાની અગત્યતા ખ્યાલ આવે અને પોતાના જીવનમાં તેમજ જાહેર જીવનમાં સ્વચ્છતાનું કેટલું મહત્વ છે તે સમજે એવા આશયથી જીલ્લા પંચાયતના જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એસબીએમ શાખાના કન્સલ્ટન્ટ અલ્પેશ રાઠવાએ આ બાળકો માટે એક સેમીનાર લઈ બાળકોને સ્વચ્છતાનું મહત્વ સમજાવતો એક વર્કશોપ લીધો હતો.
અલ્પેશભાઈએ બાળકોને સ્વચ્છતા અંગે સમજાવતા કીધું હતું કે આપણી સરકાર અને આપણું વ્યવસ્થા તંત્ર આપણા દેશને સ્વચ્છ રાખવા ખુબ પ્રયત્નો કરે છે, એક નાગરિક તરીકે આપણી સૌની પણ એ ફરજ છે કે આપણે તેમાં આપણું યોગદાન કરવું જોઈએ. સમાજ સુરક્ષા વિભાગના સરકારી ચિલ્ડ્રન હોમના જિલ્લા કોઓર્ડીનેટર હીનાબેન વણકર, ચિલ્ડ્રન હોમના તમામ સ્ટાફએ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમા ભાગ લીધો. આ તમામ બાળકો સહિતના કર્મચારીઓએ દરેક જગ્યા એ સ્વચ્છતા રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી.