Chhota Udepur
જેતપુરપાવી ખાતે સુભાસચંન્દ્ર બોઝની જન્મ જયંતિ નિમિતે રક્તદાન શીબીર યોજાઇ

પ્રતિનિધિ, કાજર બારીયા
- યુવાનોએ ૮૦ યુનિટ રક્તદાન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશના માર્ગદર્શન હેઠળ આઝાદ હિન્દ ફોજના સ્થાપક સ્વ. સુભાસચંન્દ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે ભાજપ કાર્યાલય જેતપુરપાવી ખાતે ઇન્દુ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુરપાવી તાલુકાના યુવા મિત્રોએ ઉત્સાહભેર જોડાઈ રક્તદાન કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. સમગ્ર ગુજરાત માં યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવી રહ્યું છે
ત્યારે જેતપુરપાવી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા બોડેલી ની ઇન્દુ બ્લડ બેન્ક ના સહયોગ થી ભાજપ કાર્યાલય જેતપુરપાવી B.S.N.L ઓફિસ ની બાજુમાં રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં જેતપુરપાવી તાલુકાના કારોબારી અધ્યક્ષ યોગેશભાઈ રાઠવાએ ૧૪મી વાર રક્તદાન કરી સમાજ સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બ્લડ ડોનેશનના આ કાર્યક્રમમાં યુવા મોરચા ભાજપ પ્રમુખ કિરણભાઈ રાઠવા, યુવા ભાજપ મહામંત્રી ટીલાકરાજ રાઠવા સહિત અન્ય હોદેદારો અને કાર્યકરોએ હાજર રહી રક્તદાન કર્યું હતું.