Chhota Udepur
જેતપુરપાવી તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ રાઠવા અંતરિયાળ વિસ્તારમાં પહોચી સાચા સમાજ સેવક બન્યા
(કાજર બારીયા દ્વારા”અવધ એક્સપ્રેસ”)
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પ્રમુખ મુકેશભાઈ રાઠવાએ આજરોજ અંતરિયાળ વિસ્તારમાં આવેલા જામ્બા, વીરપુર અને સમડી સેલવા ગામની આંગણવાડીની મુલાકાત લીધી હતી.અને બાળકોને મળતી શિક્ષણ સુવિધા ભોજનની ગુણવત્તા ચકાસી તેમની સાથે મસ્તી ની પળો માણી બાળકો ના હાલચાલ પૂછ્યા હતા ચૂંટણી સમયે પ્રલોભન આપી પાંચ વર્ષે નેતાઓ પાછા આવતા હોય છે ત્યારે
પાવીજેતપુર તાલુકાના નવા વરાયેલા પ્રમુખ મુકેશભાઈ રાઠવાએ પદ સંભાળતાની સાથે જ ઊંડાણ વિસ્તાર ના ગામોમાં જઈ પ્રજાને પડતી મુશ્કેલીનુ નિવારણ લાવ્વા ગામડાઓ ખૂંદી રહ્યા છે સમગ્ર તાલુકાની જવાબદારી મળે ત્યારે લોકો હવામાં ઉડતા હોય છે પરંતુ પ્રજાની સાચા અર્થ માં સેવા કરનારા ક્યારેય ઓફિસ માં બેસી પંખાની હવા ખાવાનો મોહ રાખતા નથી અને તડકા માં પણ ગ્રામ્ય વિસ્તાર પ્રજાની સમસ્યા નુ સમાધાન કરવા નીકળે છે તેમના આજ કાર્યથી તેઓ તાલુકા પંથક માં આકર્ષણનુ કેન્દ્ર બન્યા છે. નવનિયુક્ત પ્રમુખ મુકેશ રાઠવા જેઓ ભાજપના સ્થાનિક અને ભાજપના પ્રથમ હરોળના હોદ્દેદારો કરતાં વધુ લોકપ્રિય બન્યા છે. ભાજપ મોવડી મંડળ દ્વારા જેતપુર પાવી તાલુકા પંચાયતના પ્રમુખ પદની જવાબદારી મુકેશ રાઠવાને સોંપવામાં આવીતે સમયેજ . તેઓએ જણાવ્યું હતું કે, હવે મારું કામ તાલુકાની પ્રજાની સેવા કરવાનું છે. ભારતીય જનતા પાર્ટીએ મારા પર ભરોસો રાખ્યો છે તે ભરોસાને હું સાર્થક કરીશ
આજરોજ જેતપુરપાવી તાલુકા પંચાયત ના પ્રમુખ મૂકેશભાઈ રાઠવાએ સમડી, વિરપુર અને સેલવા ગામની મુલાકાત લીધી જેમાં આંગણવાડી ના બાળકો માટે ‘પ્રમુખ ફૂડ’ અને સગર્ભા અને સગર્ભા માતાઓ ને આખા મગ ના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા, બાળકો, માતાઓ,બહેનો સેવિકા ,તેડાગર બહેનો ને પ્રોત્સાહિત કર્યા હતા અંતરીયાળ વિસ્તારમાં આવેલા જામ્બા તાલુકા પંચાયતના વીરપુર અને સમડી સેલવા આમ ત્રણ ગામોની આંગણવાડીની મુલાકાત લીધી હતી . તદુપરાંત તેમણે પોતે પ્રમુખ તરીકેની ભૂમિકા ભજવી પ્રમુખ ભોજન આપી બાળકોને ખુશ કર્યા હતાં. વિસ્તારની આંગણવાડીઓનું બાંધકામ, સરકારની યોજનાઓ જોવા મળી છે તદુપરાંત આંગણવાડી બહેનોની કોઈ રજૂઆત હોય કોઈ ફરિયાદ હોય તેને પણ ધ્યાને લીધી હતી.
પહેલા પ્રમુખ એવા છે કે આવા અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લીધી સાથે તેમની સાથે પધારેલા જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી નરેન્દ્રસિંહ ઠાકોર તાલુકા સદસ્ય વિજયભાઈ જામ્બા પંચાયતના સરપંચ રાઠવા રણવીર સિંહ તેમજ ડેપ્યુટી સરપંચ નો પણ આભાર માન્યો હતો