International
દક્ષિણ આફ્રિકામાં બર્થડે પાર્ટીમાં બંદૂકધારીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો, 8ના મોત, 3 અન્ય ઘાયલ
દક્ષિણ આફ્રિકાના એક શહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા લોકોના જૂથ પર બંદૂકધારીઓએ ગોળીબાર કર્યો હતો, જેમાં આઠ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે સોમવારે આ માહિતી આપી હતી.
બર્થડે મેન દક્ષિણના બંદર શહેર ગ્કેબેરા, અગાઉ પોર્ટ એલિઝાબેથમાં સામૂહિક ગોળીબારમાં માર્યા ગયેલા લોકોમાંનો એક હતો.
હુમલા પાછળનું કારણ હજુ જાણી શકાયું નથી
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ઘરના માલિક તેના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા જ્યારે ‘રવિવારની સાંજે’ બે અજાણ્યા બંદૂકધારીઓ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા અને મહેમાનો પર ગોળીબાર કરવાનું શરૂ કર્યું,” પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસે માહિતી આપી હતી કે, ‘આઠ લોકોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ હજુ પણ હોસ્પિટલમાં જીવન સામે લડી રહ્યા છે. મૃતકોમાં ઘરના માલિકનો પણ સમાવેશ થાય છે. હુમલા પાછળનો હેતુ હજુ સુધી જાણી શકાયો નથી.
હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને મહેમાનો પર ગોળીબાર કર્યો હતો
ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો હતો. હુમલાખોરો ઘરમાં ઘૂસી ગયા અને મહેમાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું. પોલીસે જણાવ્યું કે મૃતકોમાં ઘરનો માલિક પણ સામેલ છે.
પોલીસ પ્રવક્તા પ્રિસિલા નાયડુએ જણાવ્યું હતું કે આ તબક્કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે બંદૂકધારીઓ ઘરમાં ઘૂસી ગયા અને મહેમાનો પર ગોળીબાર શરૂ કર્યો. તેમણે કહ્યું કે હુમલા સમયે જે ગતિવિધિઓ થઈ હતી તેની તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને હુમલા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.