Panchmahal
પંચમહાલ જિલ્લાના વિદ્યાર્થીઓ આગામી ૩૧ ઓગસ્ટ સુધી જિલ્લાની વિવિધ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશ મેળવી શકશે

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની પંચમહાલ જીલ્લાની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વિદ્યાર્થીઓ આગામી તા. ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધી પ્રવેશ મેળવી શકશે.જિલ્લાની સરકારી ગોધરા,ગોધરા (મહિલા),ઘોઘંબા,મોરવા હડફ આઈ.ટી.આઈ ખાતે પ્રવેશસત્ર-૨૦૨૩માં જૂજ બેઠકો ખાલી રહેલ હોઈ પ્રવેશવાંચ્છુ ઉમેદવારોએ ઉક્ત સંસ્થાઓ ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમોથી ઓનલાઇન http://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન પ્રવેશ ફોર્મ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તે સંસ્થા ખાતે આગામી તા.૩૧/૦૮/૨૦૨૩ સુધી રૂપિયા.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત જમા કરાવવાનું રહેશે,
જે ઉમેદવારોએ અગાઉ ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઇ કારણોસર પ્રવેશ મેળવી શકેલ ના હોય તો તેવા ઉમેદવારોએ અલગથી ફી ભરવાની રહેતી નથી તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ રજીસ્ટ્રેશનની રસીદની ઝેરોક્ષ નકલ સહીત સબંધિત સંસ્થાને અરજી કરવાની રહેશે તેમ ઔધોગિક તાલીમ સંસ્થા ગોધરાના આચાર્ય દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.