Connect with us

Gujarat

ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે વડોદરા શહેરમાં’નો પાર્કિંગ ઝોન’ અને ‘ટ્રાફિક ડાયવર્ઝન’ જાહેર

Published

on

વડોદરા શહેરમાં અષાઢી બીજના દિવસે એટલે કે તા. ૦૭/૦૭/૨૦૨૪ ના રોજ બપોરના ૧ કલાકે હરીનગર, ઈસ્કોન મંદિર તરફથી ભગવાનશ્રી જગન્નાથજીની ૪૩મી રથયાત્રા રેલવે સ્ટેશન ખાતેથી પરંપરાગત માર્ગો પર નગરચર્યાએ નીકળશે, જે સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટ પર ‘નો પાર્કિંગ ઝોન’ અને ‘ટ્રાફિક ડાયવર્ઝન’ની વ્યવસ્થા અંગે વિગતો આપવામાં આવી છે. જાહેરનામું તા. ૭ જુલાઈના રોજ બપોરના ૧ કલાકથી રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.

વડોદરા શહેરના હરીનગર, ઇસ્કોન મંદિર તરફથી નીકળતી રથયાત્રા રેલ્વે સ્ટેશનથી એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, પંચમુખી હનુમાન મંદિર, આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફુલબારી નાકા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જ્યુબીલીબાગ સર્કલથી રોંગ સાઈડે, મહાત્માગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોંગ સાઇડે, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, ફાયર બ્રિગેડ ત્રણ રસ્તા, દાંડીયાબજાર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, વીર ભગતસિંહ ચોક, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા, આઝાદ મેદાન, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા થઈને બરોડા સ્કૂલ સામે આવી પૂર્ણ થશે.

Advertisement

આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું બહાર પાડીને તા. ૭ જુલાઈના દિવસે બપોરના ૧ કલાકથી રથયાત્રાના રૂટ પર તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કર્યો છે. આ ઉપરાંત એસ. ટી. બસો સિવાય તમામ પ્રકારના વાહનો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કર્યું છે. રથયાત્રાના રૂટ સંબંધિત ૩૦ જેટલા રૂટ પર પ્રતિબંધિત રસ્તાઓ અને વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ ટ્રાફિક ડાયવર્ઝનની કામગીરી કરવામાં આવશે. પ્રતિબંધિત કરેલા રસ્તાઓ ઉપરની ગલીમાંથી આવતો ટ્રાફિક પણ રથયાત્રાના રૂટ પર જઈ શકશે નહીં, તેમ જાહેરનામામાં જણાવાયું છે.

જો કે, રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલ વાહનો, પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ તથા ઈમરજન્સીમાં જતાં વાહનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે.

Advertisement

 

વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધિત અને વૈકલ્પિક રસ્તાઓ જાહેર કર્યા

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!