Connect with us

Gujarat

રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગની યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી

Published

on

 

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતગાંધીનગર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે.સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને રાજ્યના એસોસીએશન દ્વારા આંતરરાષ્ટ્રીયકક્ષા, રાષ્ટ્રીયકક્ષા અને રાજ્યકક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસિંહજી બારીયા એવોર્ડ આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યના જે ખેલાડીઓ છેલ્લા ત્રણ વર્ષમા રાજ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ તેમજ જયદીપસીહજી બારીયા એવોર્ડ માટે અરજી કરેથી પાત્રતા ધરાવતા ખેલાડીને સદર એવોર્ડથી સન્માનીત કરવામાં આવે છે.

Advertisement

રાજ્યના સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની સ્પર્ધાઓ અને એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ચંદ્રક વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ અને રાષ્ટ્રીય કક્ષાના રાજ્યના ભાગ લેનાર ખેલાડીઓને માટે વૃતિકા આપવાની યોજના અમલમા છે. ગુજરાત રાજ્યની જે ખેલાડીઓ ગત વર્ષ ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ વિજેતા થયેલ હોય તેઓને શિષ્યવૃતી માટે રૂ.૨૫૦૦/- અને ગત વર્ષે ૨૦૨૩-૨૪ ના રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ ભાગ લીધેલ હોય તેઓને વૃતિકા ના રૂ.૨૦૦૦/- આપવાની યોજના અમલમાં છે.

નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના માટે પોતાની કારકિર્દી દરમ્યાન રમતગમત ક્ષેત્રે રાષ્ટ્ર કક્ષાએ મેડલ મેળવેલ હોય તેવા રમતવીરને માસિક રૂ. ૩૦૦૦/- પેન્શન આપવાની યોજના અમલમાં છે.રાજ્યના રમતગમત મંડળોને માન્યતા અને અનુદાનની યોજના

Advertisement

અંતર્ગત ચાલતા તેમજ નવા શરૂ કરવા અંગે યોજના અમલમાં છે.

રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓ ચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમોનુસાર ચાલતી વ્યાયામ શાળાઓને માન્યતા અને રૂ ૧.૦૦ લાખ અનુદાન આપવાની યોજના અંતર્ગત અરજી ફોર્મ મંગાવવામાં આવે છે.

Advertisement

અંબુભાઈ પુરાણી એવોર્ડ માટે રાજયમાં વ્યાયામની પ્રવૃતિઓચલાવતી તથા બંધારણીય રીતે સ્થાપિત થયેલી અને નિયમાનુસાર ચાલતી અને અત્રેની કચેરી દ્વારા વ્યાયામ શાળાઓને માન્યતા હોય તેમાં જે વિશિષ્ટ કામગીરી કરેલ હોય તેવા વ્યકિત માટે સન્માન રૂપે રૂ.૫૧,૦૦૦/- ની રોકડ પુરસ્કાર અંગેની યોજના અમલમાં છે.આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જતા ગુજરાતના ખેલાડીઓને રૂ.૭૫,૦૦૦/- ની મર્યાદામાં આર્થિક સહાય આપવા અંગેની યોજના યોજના અમલમાં છે જેનો લાભ મેળવવા માંગતા ખેલાડીને આર્થિક સહાય ચુકવવામાં આવે છે.

આમ આ ઉકત ક્રમ નં ૧ થી ૭ વાળી યોજનામાંથી લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસેથી સને વર્ષ ૨૦૨૩-૨૪ ના વર્ષ માટે અરજી મંગાવવામાં આવે છે જે નીચે જણાવેલ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in/ પરથી ઑનલાઈન અરજી આપવાની માટેની યોજના અરજી મંગાવવા અંગે પંચમહાલ જિલ્લામાં જીલ્લા રમતગમત અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!