Chhota Udepur
રાઠવા સમાજનું ગૌરવ! છોટાઉદેપુરના મલાજા ગામના પિઠોરા ચિત્રકારોએ રાંચીકલા શિબિરમાં ઝારખંડ ખાતે રાઠવા સમાજનું ગૌરવ વધાર્યું
- મલાજાના રાઠવા યુવાનોનો ઝારખંડમાં વિશ્વના દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓ સામે ડંકો!
ડો.રામ દયાલ મુંડા જનજાતિય કલ્યાણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રાંચી તત્વધાનમાં બીજું રાષ્ટ્રીય જનજાતિય તેમજ લોક ચિત્રકાર શિબિર ઝારખંડ સરકારે આયોજિત કર્યું હતું.જેમાં કેરાલાથી લદાખ સુધીના આદિવાસી ચિત્રકારોને આમંત્રણ
આપવામાં આવ્યું હતું. જેમાં બધા ચિત્રકારો પોતપોતાની આદિવાસી સંસ્કૃતિને ચિત્રકલા દ્વારા કેનવાસ પર દોરીને તેનું પ્રદર્શન કર્યું હતું. ડો. રામ દયાલ ટી આર આઈ રાંચી ઝારખંડ ખાતે નાઇજીરિયા, શ્રીલંકા,વિયેતનામ, જર્મની સહિતના દેશોમાંથી વિભિન્ન લોકો રાષ્ટ્રીય જનજાતિય તેમજ લોકચિત્રકાર શિબિર રાષ્ટ્રીય જાતીય ચિત્રકલા સંસ્કૃતિ તેમજ તેમના ચિત્રોને જોવા આવેલા હતા. જેમાં ચિત્રકલા ગુજરાત તેમજ બીજા રાજ્યની કલાકૃતિને જોઈને અભિભૂત અને આશ્ચર્યચકીત થઈ ગયા હતા.
તેમણે પીઠોરા કલાકારોને શુભકામનાઓ આપી હતી.ગુજરાતમાંથી આમંત્રિત છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામના વરિષ્ઠ પીઠોરા આર્ટિસ્ટ રાઠવા હરિભાઈ માનસિંગભાઈ, નારણભાઈ રાઠવા, મેહુલભાઈ રાઠવા, નજરુભાઈ રાઠવાએ પિઠોરા પર આધારિત વિશાળ કલાકૃતિ બનાવી જે મોર્ડન ગેલેરી નવી દિલ્હીના ડાયરેક્ટર તેમજ મૂર્તિકાર તેમજ ચિત્રકાર અદ્વૈત ગણનાયક તેમજ ટી. આર આઇ રાચી ના ડાયરેક્ટર રતેંદ્ર કુમારને પણ ખૂબ જ પસંદ આવી. 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી પતરાતુ નદીની સમીપે આ આદિવાસી કલા શિબિર આયોજિત થઇ હતી.