Connect with us

Dahod

ઝાલોદમાં પ્રાથમીક શાળાઓના 22 ઓરડાનુ 1.76 કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું

Published

on

1.76 Crore work completed for 22 rooms of primary schools in Jhalod

(પંકજ પંડિત દ્વારા)

છાંસીયા, શંકરપુરા, ફુલપુરા કુણી ગામે પ્રા.શાળાના ઓરડાઓનુ ખાતમુહૂર્ત તેમજ છાંસીયા ગામે નવીન પંચાયત ભાવનનુ લોકાર્પણ કર્યું.

Advertisement

ઝાલોદ તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય મહેશ ભૂરિયા સદા પ્રજા અને ગ્રામજનોને પડતી તકલીફને વાંચા આપી પ્રજાને પડખે ઉભા રહે છે. સતત નવા કયા કામો કરવા તેમજ તાલુકામાં કયા કયા કામ બાકી છે તે પુરા કરવા માટે ધારાસભ્ય મહેશ ભૂરિયા સદા પ્રયત્નશીલ રહેતા હોય છે.

1.76 Crore work completed for 22 rooms of primary schools in Jhalod

તારીખ 13-07-2023 ગુરુવારના રોજ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા ઝાલોદ તાલુકાના છાંસીયા ગામે પ્રા.શાળાના સાત ઓરડા માટે 56 લાખ, શંકરપુરા ગામે પ્રા.શાળાના પાંચ ઓરડા માટે 40 લાખ, ફૂલપુરા ગામે પ્રા.શાળાના ચાર ઓરડા માટે 32 લાખ, કૂણી ગામે પ્રા.શાળાના છ ઓરડાના કામ માટે 48 લાખના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું તેમજ છાંસીયા ગામે નવીન પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમ ધારાસભ્ય મહેશ ભૂરિયા દ્વારા વિવિધ પ્રા.શાળાના 22 ઓરડા માટે 1.76 કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે દરેક ગામોના સરપંચો, પ્રાથમિક શાળાનો સ્ટાફ, ભાજપના કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
error: Content is protected !!