Surat
સચિનમાં સબસિડીવાળા યુરિયા ખાતરની 54 ગુણ સાથે 1 ઝડપાયો,

સુરત શહેરમાં સબસીડી યુક્ત યુરિયા ખાતરની ફરી કાળાબજારી ઝડપાઈ છે. સચિનના કેમિકલ ગોડાઉનમાંથી 53 બોરી યુરિયા ખાતર મળી આવી છે. આ મામલે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. સુરતના પાંડેસરા અને પલસાણાની મિલમાં સબસીડી યુક્ત યુરિયા ખાતર સપ્લાય કરાતું હોવાની વાત સામે આવી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચે દરોડા દરમિયાન એકની ધરપકડ કરી છે.દરોડા દરમિયાન કેમિકલ ગોડાઉનમાંથી 541 ખાલી બોરીઓ મળી આવી છે. નાયબ ખેતી નિયામક વિશાલ કોરાટ દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત