Gujarat
1 લાખ લોકોએ એકસાથે કર્યો યોગ, સુરતમાં વિશ્વ યોગ દિવસે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
72,000 સ્થળોએ 1.25 કરોડ લોકોએ ભાગ લીધો હતો
યોગ સત્રની શરૂઆત પહેલા પોતાના સંબોધનમાં તેમણે કહ્યું હતું કે રાજ્યમાં 72,000 સ્થળોએ યોગ દિવસના કાર્યક્રમમાં કુલ 1.25 કરોડ લોકોએ ભાગ લીધો હતો.
‘કોરોના વાયરસમાં યોગથી મદદ મળી’
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે અમે જોયું કે યોગ અને પ્રાણાયામથી લોકોને કોરોના વાયરસ રોગચાળા દરમિયાન કેવી રીતે મદદ મળી.
દોઢ કરોડ લોકોએ યોગ કર્યા
આજે ગુજરાતમાં 72,000 સ્થળોએ આયોજિત યોગ દિવસ કાર્યક્રમમાં આશરે 1.25 કરોડ લોકોએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકાર 21 યોગ સ્ટુડિયો ખોલશે
મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે યોગને લોકપ્રિય બનાવવા ગુજરાત સરકાર નજીકના ભવિષ્યમાં 21 યોગ સ્ટુડિયો ખોલશે.
5,000 લોકોને તાલીમ
ગુજરાત યોગ બોર્ડે અત્યાર સુધીમાં 5,000 લોકોને તાલીમ આપી છે. આગામી દિવસોમાં રાજ્ય સરકાર રાજ્યમાં 21 યોગ સ્ટુડિયો ખોલવાનું આયોજન કરી રહી છે.
જેમાં મંત્રીઓ અને સાંસદોએ ભાગ લીધો હતો
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં યોગ દિવસના કાર્યક્રમમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓએ ભાગ લીધો હતો.
75 ઐતિહાસિક સ્થળો પર યોગ
દેશની આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકારે યોગ દિવસની ઉજવણી માટે 75 ઐતિહાસિક સ્થળોની પસંદગી કરી હતી.
સૂર્ય મંદિર અને સાબરમતી રિવરફ્રન્ટમાં પણ યોગ
સાબરમતી રિવરફ્રન્ટ (અમદાવાદ), સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા), કચ્છના રણ અને મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં પણ યોગ યોજાયા હતા.