Gujarat
પોસ્ટ માં 399ની પોલીસી કઢાવી મૃત્યુબાદ મળ્યા 10 લાખ

(કાજર બારીયા દ્વારા)
આજ રોજ મુવાડા ખાતે સ્વર્ગસ્થ વાલ્મીકિ શંકરભાઈ દીનાભાઈ એ પોસ્ટ ખાતા ની વાર્ષિક ૩૯૯ રૂપિયા ભરી ને ૧૦ લાખ ની એક્સિડન્ટ પોલિસી લીધી હતી જેઓનું એક અકસ્માત માં મૃત્યુ થયું હતું જેથી તેમની ૧૦ લાખ ની પોલિસી ની રકમ નો ચેક તેમના વારસદાર મનોજભાઇ સોલંકી ને મુવાડા ગ્રામ પંચાયત આગળ પોસ્ટ વિભાગ ના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો .
આજે સેંકડો વીમા કંપનીઓ તથા વીમા એજન્ટો આવા સમયે વીમા ની રકમ ચાંઉ કરી અથવા તો ફાઈલોના નામે રૂપિયા પડાવતા હોય છે ત્યારે પોસ્ટ વિભાગે પોતાની પ્રમાણિક્તા જાળવી રાખી પોસ્ટ વિભાગ ના અધિકારીઓ, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ના અધિકારી ટાટા ગ્રુપ ના અધિકારીઓએ સ્થળ ઉપર આવી ગ્રામપંચાયત સામે મૂળ માલિક ના વારસદારને વળતરની પૂરેપુરી રકમ ચૂકવી પોસ્ટ ઉપર મુકેલ વિશ્વાસ ને સાર્થક કર્યો હતો ત્યારે અન્ય ખાનગી કંપની ઓની લાલચ માં ના આવી પોસ્ટમાં વિમા પોલિસી કાઢવા માટે ગ્રામજનોને જાગૃત કર્યા હતા