Chhota Udepur
ધ રોર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, વડોદરા, દ્વારા 10મીટર એર રાયફલ બેઝિક તાલીમ શિબિરનું આયોજન કરાયું
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢભીખાપુરા ગામમાં ધ રોર સ્પોર્ટ્સ ફાઉન્ડેશન, વડોદરા, દ્વારા 10મીટર એર રાયફલ બેઝિક તાલીમ શિબિર નું ગામ ભીખાપુરા ખાતે સમાપન સમારોહ કરવામાં આવ્યો. ધ રોર સ્પોર્ટ્સ ફાઉડેન્શન દ્વારા છોટાઉદેપુર જિલ્લા માં ખેલાડીઓની વિશિષ્ટ પ્રતિભા ઓળખવા માટે જેના ભાગરૂપે તા. 11 ડીસેમ્બર થી 17 ડીસેમ્બર દરમિયાન, વનવાસી સેવા સમાજ સંચાલિત, સાર્વજનિક શાળા ભીખાપુરા ખાતે 7 દિવસીય ૧૦મીટર એર રાઈફલ શુટિંગ ની તાલીમ નું આયોજન કરવામાં આવેલ જેમાં કુલ ૨૨ તાલીમાર્થીઓએ ભાગ લીધેલ હતો. જે છોટાઉદેપુર જિલ્લા માં આવી તાલીમ શિબિર સર્વપ્રથમ વખત આયોજન કુમારી સીમા બહેન રાઠવા ના નેત્રૃત્વ હેઠળ કોચ વિશ્રુત પરમાર દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
આ સમાપન સમારોહ માં નજીક ના ગ્રામ પંચાયત ભીખાપુરા, ગઢ, ના સરપંચ, માજી સરપંચ ઓ, છો. ઉ. જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ ઓ સાથે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત ના હેડ કોચ (રાયફલ શુટિંગ) સરોજ ઝાટ એ પણ પોતાની વિશેષ ઉપસ્થિતિ આપી હતી.સદર તાલીમ શિબિર પુરી કરનાર તાલીમાર્થીઓને અતિથિવિશેષ છોટાઉદેપુર ના નવનિયુક્ત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ના હસ્તે તાલીમ શિબિર ના પુરસ્કાર વિતરણ કરવામાં આવેલ.
(પ્રતિનિધિ પ્રીતમ કનોજીયા (પાવીજેતપુર )