National
જલ જીવન મિશન હેઠળ 11 કરોડ ઘરોને મળ્યા નળ કનેક્શન, પીએમ મોદીએ કર્યા વખાણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન હેઠળ 11 કરોડ નળ કનેક્શન આપવાને એક મોટી ઉપલબ્ધિ ગણાવી હતી. પીએમ મોદીએ જલ જીવન મિશન વિશે એક ટ્વિટ કર્યું અને કહ્યું કે આ મિશન દર્શાવે છે કે દેશભરમાં લોકોને પાઇપ દ્વારા પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જમીન સ્તરે કેટલું કામ કરવામાં આવ્યું છે.
પીએમ મોદીનું ટ્વીટ
પીએમ મોદીએ ટ્વિટમાં કહ્યું, ‘એક મોટી ઉપલબ્ધિ, જે દર્શાવે છે કે ભારતના લોકોને ‘હર ઘર જલ’ સુનિશ્ચિત કરવા માટે જમીન પર કેટલું કામ કરવામાં આવ્યું છે. આ પહેલથી લાભ મેળવનાર તમામને અભિનંદન. આ મિશનને સફળ બનાવવા માટે જમીન પર કામ કરનારાઓને શુભેચ્છાઓ. જણાવી દઈએ કે પીએમ મોદીએ કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતના ટ્વીટને રીટ્વીટ કરતા આ વાત કહી હતી.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે અભિનંદન પાઠવ્યા હતા
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ કરીને માહિતી આપી હતી, ’11 કરોડ નળ કનેક્શન! આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન, જલ જીવન મિશન માટે નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવા માટે મંત્રાલય દ્વારા કરવામાં આવેલા અથાક પ્રયાસો અને જમીન પર અમારી ટીમના પ્રયાસોએ આ સીમાચિહ્નને શક્ય બનાવ્યું છે.