Surat
સુરતમાં 112 વર્ષ જુના મશીનથી કઢાતો શેરડીના રસની દુકાન ‘દિલખુશ રસ હાઉસ’
કહેવાય છે ‘ઓલ્ડ ઇસ ગોલ્ડ’ અને શહેરમાં ઓલ્ડ વસ્તુઓ ને પસંદ કરવા વાળાઓની કમી નથી. અને જો તમે ઓલ્ડ વસ્તુઓ પસંદ કરો છો તો ભીષણ ગરમીમાં એક શેરડીની દુકાન બાબતે સાંભળીને આશ્ચર્યમાં મુકાઇ જશો. આ શેરડીની દુકાન સુરતના ઝાપા બજાર વિસ્તારમાં આવેલી છે. જેની કોઈ બ્રાન્ડ નેમ નથી તેમ છતાં છેલ્લા 112 વર્ષથી ગરમીમાં લોકોને શેરડીના રસ થકી રાહત આપે છે.સુરતમાં ગરમીની શરૂવાતની સાથે પારો 40 ડીગ્રી સુધી પહોંચી ગયો છે અને આવી ગરમીમાં એક નાનકડી રસની દુકાન છેલ્લા 112 વર્ષથી લોકોને શેરડીનો રસ પીવડાવી રાહત આપી રહ્યું છે. એક સદી કરતાં જૂનું, દિલખૂશ રસ હાઉસ ઝાપા બઝારમાં આવેલું છે. આ સ્થળ કંઇ ફેન્સી નથી પરંતુ ચોક્કસપણે જે લોકો “ઓલ્ડ ઇસ ગોલ્ડ” માં માને છે. તેઓ આ સ્થાનને ખૂબ જ પસંદ કરે છે.દિલસુખ રસ હાઉસની ખાસ વાત એ પણ છે કે છેલ્લા 112 વર્ષમાં શેરડીના રસનો સ્વાદ વર્ષોથી જેમનો તેમ છે. તેની પાછળ પણ એક રહસ્ય છે. છેલ્લા 112 વર્ષથી શેરડીનો રસ કાઢનાર મશીનને બદલવામાં આવ્યુ નથી. આ ખાસ મશીન 112 વર્ષ જૂનું છે એટલું જ નહીં આ બંદૂકની બુલેટમાં જે ધાતુ વપરાય છે તે ધાતુનું આ મશીન છે. જેના કારણે તેને ક્યારેય પણ કાટ લાગતો નથી અને ત્યાં હંમેશા તાજો રસ નીકળતો હોય છે.સુરતના ઝાપા બઝાર વિસ્તારમાં ચાર પેઢીઓથી આ શેરડીના રસની દુકાન ચાલી રહી છે.
આ નાનકડા શેરડીના રસની દુકાનના માલિક જોહેરભાઈ એ જણાવ્યું હતું કે, આ દુકાનની સ્થાપના વર્ષ 1911માં કરી છે અને સુરતના સૌથી જૂનાં મકાનો પૈકી એક છે. તેમણે ઉમેર્યું હતું કે ઉપયોગમાં લેવાતી મશીન બંદૂકની ધાતુમાંથી બનાવવામાં આવે છે અને તેને રસ્ટ કરતો નથી. આ કારણ છે કે રસ હમેશા તાજો રહે છે. હું શેરડીના રસને પ્રેમ કરું છું, કારણ કે ગરમીથી રાહત આપવા માટે આ વધારે ખર્ચ કરાવતી નથી અને માત્ર 10 રૂપિયામાં આ તીવ્ર ગરમીમાં તમારી તરસને છીપાવે છે. તેનાથી ઘણા લાભો મળે છે તે ઇન્સ્ટન્ટ ઉર્જા બૂસ્ટર છે અને શરીર માટે પાચન ટોનિક તરીકે કામ કરે છે.ખાસ શેરડી નાસિકથી મંગાવવામાં આવે છે કારણ કે તેની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે. આ સ્થળ માત્ર શેરડીના રસ કરતાં વધુ તક આપે છે. તે તમને પ્રાચીન સમયમાં લઈ જશે. આ સ્થાનની દિવાલો પર સામાન્ય ચિત્રો નથી. તેને 1968 થી 2006 સુધી સુરતમાં પૂરની તસવીરો પણ જોવા મળી રહે છે. આફ્રિકા, દુબઈ, લંડન અમેરિકામાં રહેવા માટે ગયેલા સુરતીઓ જ્યારે પરત ક્યારે સુરત આવે છે તો ચોક્કસ આ દુકાનમાં શેરડીનો રસ પીવા આવતા હોય છે. આ દુકાનમાં એક જૂનો અને તે જ રફતારથી ચાલનાર પંખો છે જે અંગ્રેજોના જમાનાનો છે. આજે પણ તે સારી રીતે કામ કરે છે એને પણ ક્યારેય રિપેર કરવાની જરૂર પડી નથી.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત