Panchmahal
વેજલપુર ના દબંગ PSI દ્વારા 12 ગૌવંશ ને કતલ થતાં બચાવી લેવાયા

પંચમહાલ જિલ્લાના વેજલપુર પોલીસ મથકના પી.એસ.આઇ આર.આરગોહિલ નાઓને બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે નવાગામ રીંછિયા ગામે નિશાળ ફળિયામાં ગૌવંશને હત્યા કરવાના ઇરાદે ક્રુરતાપૂર્વક નાના દોરડાઓથી બાંધી રાખવામાં આવ્યા છે સદર બાતમી મળતા psi તથા તેમના સ્ટાફે ગુના વાળી જગ્યા ઉપર તાત્કાલિક પહોચી જય તપસ કરતાં ગૌવંશની હત્યા કરવા માટે બાંધી રાખવામા આવેલ ગાય નંગ ત્રણ બળદ નંગ સાત વાછરડું નંગ એક અને વાછરડી નંગ એક મળી કુલ 12 નંગ ગૌ વંશ ને બચાવવામાં પોલીસને સફળતા મળી હતી
પોલીસ દ્વારા એક લાખ 45 હજારનો મુદ્દામાલ કબજે લઈ ગૌવંશ ને બચાવવામાં સફળતા મળી હતી. સદર સફળતા ને લઈને પોલીસની આ કામગીરીને લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી આ અંગે વેજલપુર પોલીસે મહમદ હનીફ ઉર્ફે જખર ઉર્ફે ઝકરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે