Connect with us

Vadodara

વડોદરા જિલ્લામાં ૧૨ ક્રિટીકલ/સ્ટ્રેટેજીકલ ઈન્સ્ટોલેશન “નો ડ્રોન ઝોન” વિસ્તાર જાહેર

Published

on

12 Critical/Strategic Installations in Vadodara District Declared "No Drone Zone"

પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના જણાવ્યાનુસાર વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ડ્રોન દ્વારા હુમલા થવાની શક્યતા ધરાવતા ક્રિ્ટિકલ / સ્ટ્રેટેજીકલ કુલ – ૧૩ ઇન્સ્ટોલેશન પૈકી કુલ – ૧૦ “રેડ ઝોન ” તથા કુલ – ૨ “યલો ઝોન “માં વિભાજીત કરવામાં આવ્યા છે.આ ક્રિ્ટિકલ / સ્ટ્રેટેજીકલ ધરાવતા ઇન્સ્ટોલેશન જગ્યાની સુરક્ષાની જવાબદારી વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની છે.”U.A.V.” કે જેમાં રિમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલ ડ્રોન અથવા કંટ્રોલ માઈક્રોલાઈટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઈડર જેવા સાધનોથી દેશ વિરોધી સંગઠનો, આતંકવાદીઓ અથવા અસામાજિક તત્વો ગેરલાભ ઉઠાવીને વડોદરા ગ્રામ્ય જિલ્લામા આવેલ ક્રિ્ટિકલ / સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન વાળા સ્થળોને હાની પહોંચાડી શકે છે. તેથી સમગ્ર જિલ્લામાં શાંતિ જળવાય તેમજ લોકોના જાનમાલના જોખમને ધ્યાનમાં રાખી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, વડોદરાએ રેડ ઝોન તથા યલો ઝોન વિસ્તાર જાહેર કરેલ છે.આ હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.આ જાહેરનામું તા.૩૦/૦૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે.

12 Critical/Strategic Installations in Vadodara District Declared "No Drone Zone"

સંબંધિત વિસ્તારની યાદી નીચે મુજબ છે.

Advertisement

૧. ગેઇલ ઇન્ડિયા લી., જી આઈ. ડી. સી., વાઘોડિયા – રેડ ઝોન (૧ કી.મી. વિસ્તાર સુધી)
૨. પાવર ગ્રીડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા, ખંધા, વાઘોડિયા – રેડ ઝોન (૧.૫ કી. મી.)
૩. ૪૨૦ કે. વી. આસોજ સબ સ્ટેશન, આસોજ-આમલીયારા, વડોદરા,- રેડ ઝોન (૩ કી.મી.)
૪. બ્લેક ઓઇલ ટર્મીનલ, IOCL, આસોજ, વડોદરા- રેડ ઝોન (૧.૧૨ કી.મી.)
૫. વાઈટ ઓઇલ ટર્મીનલ, IOCL, દુમાડ, વડોદરા – રેડ ઝોન (૧.૪૨ કી.મી.)
૬. એલ. પી. જી. ગેસ ટર્મીનલ, IOCL,દુમાડ, વડોદરા – દુમાડ, વડોદરા – રેડ ઝોન (૬ કી.મી.)
૭. GGS, ONGC, ડબકા, પાદરા – રેડ ઝોન (૫૦૦ મી.)
૮. GGS, ONGC, તાજપુરા, પાદરા – રેડ ઝોન (૫૦૦ મી.)
૯. પાલેજ પ્રોડક્ટ ફેસિલિટી, ONGC, માકણ, કરજણ – રેડ ઝોન (૫૦૦ મી.)
૧૦. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો. લી. ટર્મીનલ,પીલોલ, મંજૂસર જી. આઈ. ડી. સી., સાવલી, વડોદરા – રેડ ઝોન (૧.૫. કી. મી.)
૧૧. આજવા સરોવર, આજવા, વાઘોડિયા – યલો ઝોન (૧૬ કી.મી.)
૧૨. નિમેટા વોટર પ્લાન્ટ, નિમેટા, વાઘોડિયા – યલો ઝોન (૧.૫ કી. મી.)

Advertisement
error: Content is protected !!