Gujarat
વાર્ષિક 12000 ની લાલચ માં ખેડૂત વટલાયો
(સુરેન્દ્ર શાહ દ્વારા)
કેન્દ્ર સરકાર ખેડૂતોને વર્ષે 12 હજારની રાહત આપતી સ્કીમનો વધુ એક હપ્તો ધરતીપુત્રોના ખાતામાં જમા થઈ ગયો પરંતુ જો ધરતીપુત્રો શાંતિ પૂર્વક વિચાર કરે તો વાર્ષિક 12 હજારની રાહત સામે તેઓને થતી ખોટ કે નુકસાનનો વિચાર કરે તો 12,000 ની સામે અન્ય તરકીબો વેપારીઓની કે માર્કેટ યાર્ડની ચાલાકી ને લઈને 12,000 ની સામે વાર્ષિક લાખો રૂપિયાનું નુકસાન થાય છે સરકારની સારી ભાવના છે કે તેઓ દ્વારા ખેડૂતોને સહાય આપવાનું જ્ઞાન લાધ્યું પરંતુ સરકાર દ્વારા જથ્થાબંધ માલ ખરીદ કરતા વેપારીઓ કે કપાસની ખરીદી કરતા જીન માલિકો ઉપર જો લગામ લગાવવામાં આવશે તો ખેડૂતોને કરેલી સહાય લેખે લાગશે તાજેતરમાં ખેડૂતોને લસણ, કપાસ, ટામેટા, ડુંગળી તથા બટાકાના ઉત્પાદન બાદ તેઓને મળવા પાત્ર પોષણક્ષમ ભાવ મળ્યો નથી પરિણામે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે આનો તાજો દાખલો મહારાષ્ટ્રમાં બન્યો ખેડૂત દ્વારા ૪૦૦ કિલો ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યુ તેમાંથી માર્કેટ યાર્ડ દ્વારા મજૂરી ભાડું તથા અન્ય વસ્તુઓનું કપાત કરીને ખેડૂતને માત્ર બે રૂપિયાનો ચેક મોકલ્યો હતો.
એ વિચારો 400 કિલો ડુંગળીના ખેડૂત પાસે માત્ર બે રૂપિયાનો ચેક આવે આ ખેડૂતની તથા તેના પરિવારની પરસેવાની કિંમત શું મળી ?? ખાતર, પાણી, વીજળી, લેબર વગેરેના ખર્ચનો હિસાબ કરે તો ખેડૂતોના હાથમાં માત્ર બે રૂપિયા અને તેનો પણ માર્કેટ યાર્ડ દ્વારા ચેક મોકલવામાં આવ્યો છે કપાસની ખરીદી બાદ રોકડા રૂપિયા જોઈએ તો વટાવ કાપવામાં આવતો અને રોકડા ના જોઈએ તો દસ દિવસ ફેર ચેક આપવામાં આવતો હતો ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવામાં આવશે ની જાહેરાતો પોકળ અને માત્ર કાગળ પર હોય છે આ અંગે ધારાસભ્ય હાર્દિક પટેલ દ્વારા તાજેતરમાં રાજ્યને લેખિતમાં ફરિયાદ કરી હતી કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને વટાવ કાપવાની સિસ્ટમ બંધ કરવામાં આવે તો ધરતીપુત્રો ને ફાયદો થાય પરંતુ ધરતીપુત્રોને પણ પેલા વર્ષના 12000 રૂપિયા વહાલા લાગે છે અને લાંબો વિચાર કરતા નથી
બોક્સ- ૪૦૦ કિલો ડુંગળીનું વેચાણ કર્યું તેમાંથી કપાત થતાં ખેડૂત ના હાથ માં માત્ર બે રૂપિયાનો ચેક હાથ માં આવ્યો
* 12000 ની બક્ષિશ સામે લાખો નું નુકશાન
* ધારાસભ્ય હાર્દિક પટેલે તાજેતરમાં રાજ્યને લેખિતમાં ફરિયાદ કરી હતી કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને વટાવ કાપવાની સિસ્ટમ બંધ કરવામાં આવે
* ખેડૂતોને લસણ, કપાસ, ટામેટા, ડુંગળી તથા બટાકાના ઉત્પાદન બાદ તેઓને મળવા પાત્ર પોષણક્ષમ ભાવ મળ્યો નથી