Gujarat

સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં ચકલાસી ગામે વરલી મટકાનો જુગાર રમતા 14 ઝડપાયા

Published

on

  • સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો

1.55 લાખનો મૃદ્દામાલ જપ્ત, સ્થાનિક પોલીસ ઉંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે કાર્યવાહી કરી
નડિયાદ: નડિયાદ તાલુકાના ચકલાસી ગામે વરલી મટકાનો જુગાર રમતા ૧૪ જુગારીયાઓને સ્ટેટ મોનેટરીંગ સેલના ગાંધીનગરના જવાનોએ ઝડપી પાડી કુલ રૂ. ૧.૫૫ લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના અ.પો.કો શૈલેષકુમાર સનાભાઇ પોતાના સ્ટાફ સાથે તથા એસઆરપી પોલીસ જવાનો સાથે બાતમી આધારે નડિયાદ તાલુકાના ચકલાસી હોળી ચકલા હેરણ માતાના મંદિર પાસે ચાલતા પ્રવીણ આશાભાઈ વાઘેલા આંક ફરક નો વરલી મટકાનો જુગાર રમાડે છે.

જે બાતમી આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી જુગાર રમતા ચંદુભાઈ ઉર્ફે કાનજીભાઈ મણીભાઈ વાઘેલા, અરવિંદભાઈ ડાયાભાઈ વાઘેલા, ચંદુભાઈ ઉર્ફે કાભયભાઈ બાબુભાઈ વાઘેલા, દિનેશ ઉર્ફે મનુ રાયસીંગ વાઘેલા, પુનમ રાયસીંગભાઇ વાઘેલા, રમેશ મનોરભાઈ વાઘેલા, વિનોદ ખુશાલભાઈ વાઘેલા, પ્રતાપ માનાભાઈ વાઘેલા, દિલીપ જશવંતસિંહ ગોહેલ, દિનેશ રાવજીભાઈ ગોહેલ, રતિલાલ હુથાભાઈ વાઘેલા, રામાભાઇ સનાભાઇ વાઘેલા, કાંતિભાઈ મૂળજીભાઈ પ્રજાપતિ તથા પ્રવિણ આશાભાઈ વાઘેલા ને ઝડપી પાડયા હતા.

Advertisement

પોલીસે સ્થળ પરથી વરલી મટકાનો આંક ફરક નો પૈસાની હાર જીતનો જુગાર, અંગજડતીમાંથી મળેલ રોકડ રકમ રૂ. ૨૮,૮૨૦/-, મોબાઈલ ફોન નંગ ૮ કિંમત રૂ. ૨૬,૫૦૦/-, વાહન નંગ ૪ ચાવી સાથેના કિંમત રૂ. ૧ લાખ તથા આંક ફરકની ચિઠ્ઠીઓ મળી કુલ રૂ. ૧.૫૫ લાખનો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સંદર્ભે ચકલાસી પોલીસે ૧૪ જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ..

Advertisement

Trending

Exit mobile version