National
ભારતની એકતા અખંડ રાખવા ઝારખંડના યુવાન ની 1400 કિલોમીટરની પદયાત્રા
(અનવરઅલી સૈયદ”અવધ એક્સપ્રેસ”)
ભારત દેશ માં દરેક ધર્મના લોકો વસવાટ કરતા હોય છે ભારતની સંસ્કૃતિ દરેક ધર્મના લોકોની ધરોહર થી ઉજાગર છે ભારતને દરેક ધર્મના લોકો માટે એકતા નું પ્રતિક માનવા માં આવે છે
એક ઝારખંડ નો યુવાન અનોખી પદયાત્રાએ નીકળ્યો છે પોતાનું નામ અને ધર્મ જે કોઈને બતાવવા નથી માગતો તેનો ઉદ્દેશ દરેક ધર્મના લોકોને એક કરવાનો છે જેને લઈને તે મુંબઈ થી દિલ્હી 1400 કિલોમીટરની પદયાત્રા કરીને આપણા દેશ ના વડાપ્રધાનને મળવા માગે છે.
આ યુવાન પોતાના માથે ઇસ્લામ ધર્મની ટોપી કપાળ પર હિન્દુ ધર્મનો ચંદન તિલક દરેક ધર્મના ધાર્મિક ચિન્હો પોતાના ગળા માં ધારણ કરી ટીશર્ટ પર ભારત દેશનો ઝંડો લગાવીને ભારત દેશ ને માતાનો દરજજો આપીને તિરંગાને છાતી સમો રાખી તિરંગો દરેક ધર્મ માટે એકતા નું પ્રતીક છે તેઓ સંદેશો આપવા માટે નીકળ્યો હતો
જે મુંબઈ થી નીકળી અંદાજિત 500 કિલોમીટરનું અંતર કાપીને હાલ ખેડા જિલ્લાના ડાકોર પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવાન ને તેનું નામ પૂછતાં તે ભારતીય હોવાનું જણાવી પોતાની યાત્રા એ નીકળ્યો હતો