Connect with us

Gujarat

વડોદરા જળબંબાકાર સુખલીપૂરા અને કોટાલીમાંથી ૧૪૧ લોકોનું કરાયું સ્થળાંતર

Published

on

          આજવા સરોવરમાંથી પાણી છોડાતાં વિશ્વામિત્રી નદી કિનારાના સુખલીપુરા, કોટાલી, દેણા અને આસોજ ગામની વડોદરા ગ્રામ્ય મામલતદાર શૈલેષ દેસાઈ અને તેમની ટીમે મુલાકાત લીધી હતી.નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં તાલુકા તંત્ર વાહકો દ્વારા લેવામાં આવ્યા છે.

મામલતદાર શૈલેષ દેસાઈએ જણાવ્યું હતું કે નદીમાં જળસ્તર વધતા નદી કિનારાના સુખલીપૂરામાંથી ૭૧ અને કોટાલીમાંથી ૭૦ સહિત કુલ ૧૪૧ લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે. આશ્રયસ્થાનોમાં આશરો લેતા લોકોને જિલ્લા પ્રશાસન દ્વારા ભોજન અને પીવાના પાણીની પણ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. આ મુલાકાત વેળાએ તાલુકા વિકાસ અધિકારી,નાયબ મામલતદાર અર્જુનસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા.

Advertisement

 (વડોદરાતા.૨૫ જુલાઈ૨૦૨૪ ગુરુવાર)           વડોદરા શહેરમાં વડસર વિસ્તારમાં પાણી ભરાતા વડોદરા શહેર પોલીસના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

                                                                                                                                     

Advertisement

           વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે સમૃદ્ધિ સોસાયટી અને કોટેશ્વરમાં ફસાયેલા ૧૦ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

                                  

  વડોદરા શહેરના વડસર વિસ્તારમાં પાણી ભરાવાના કારણે ફસાયેલા ૪૯ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા સલામત રીતે બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જેમાં ૧૯ પુરુષ,૧૫ મહિલા,૧૪ બાળકો અને એક નાના બાળક સહિત કુલ ૪૯ લોકોનો સમાવેશ થાય છે.

Advertisement

નદીમાં જળસ્તર વધતાં આ ગામોના લોકોનો રૂબરૂ સંપર્ક કરી સાવચેત કરવા સાથે અગમચેતીના પગલાં લેવાયા

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!