Dahod
સુખસર ગામમાં હડકાયેલા કૂતરાનો આતંક 15 ને બચકા ભર્યા

દાહોદ જિલ્લામાં આવેલ સુખસર ગામમાં તેમજ આજુ બાજુના વિસ્તારોમાં હડકાયેલા કૂતરાએ બે દિવસથી આતંક મચાવ્યો છે દાહોદ જિલ્લામાં આવેલ સુખસર ગામમાં સાંજના સમયે હડકાયેલા કૂતરાએ ગામમાં ઘૂસી સ્થાનિક નગરજનોને બચકા ભર્યા હતા જેમાં સુખસર માં રહેતાં નગરજનો કમળાબેન કાનજીભાઈ કટારા, ચીમનભાઈ કટારા વસણા ઉંમર વર્ષ -65, માયાબેન પવનભાઈ ડાભી ઉંમર વર્ષ -32, અનુજ દોલતરામ ઝાડવ ઉંમર વર્ષ-3 સહિત અંદાજીત 15 જેટલા લોકોને હડકાયેલા કુતરાએ નાકના ભાગે, હાથના ભાગે, પગના ભાગે બચકા ભર્યા છે.
કુતરાનો શિકાર બનનાર ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકના સુખસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ સંતરામપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં હતા. હડકાયેલા કૂતરાએ ગામમાં હડકંપ મચાવતા ગભરાહટ નો માહોલ જોવા મળ્યો હતો.
અને નગરજનો ઘર ની બહાર નીકળતા ડરી રહ્યા છે હડકાયેલા કૂતરાને વ્હેલી તકે પકડી પાડે તેવી માંગ ઉઠવા પામી છે.
પ્રતિનિધિ સલમાન મોરાવાલા સંતરામપુર.