Gujarat

રણજીત નગર PHC સેન્ટર અન્યત્ર લઈ જવા સામે 15 ગામોનો વિરોધ

Published

on

રણજીત નગરનુ PHC સેન્ટર અન્યત્ર જગ્યાએ લઈ જવા સામે 15 ગામોનો વિરોધ દવાખાના નો સામાન ભરવા આવેલી ગાડીને સરપંચોએ પાછી કાઢી

ઘોઘંબા તાલુકાના ગામે આવેલ PHC સેન્ટરને ઘોઘંબા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છેલુભાઈ રાઠવાના ગામ ઝોઝ લઈ જવા સામે 15 ગામોના સરપંચો તથા તાલુકા પંચાયત સદસ્યોએ એ વિરોધ નોંધાવી પીએસસી સેન્ટર તેમના ગામોમાં આપવા માંગણી કરી હતી॰ આજરોજ પીએસસી સેન્ટરનો સામાન ભરવા આવેલા ટેમ્પો નો સરપંચોએ ઘેરો ઘાલ્યો હતો અને સામાન નીચે ઉતારી દઈ તંત્ર તેમજ નેતાગીરી સામે બળાપો ઠાલવ્યો હતો

Advertisement

રણજીતનગર ગામે આવેલ PHC સેન્ટરને CHC માં તબદીલ કરવામાં આવ્યું છે અને જુનુ PHC સેન્ટર પૂર્વ તાલુકા પ્રમુખના ગામે લઈ જવાની ગતિવિધિ સામે 15 ગામના સરપંચોએ વિવિધ નોંધાવ્યો હતો. PHC 15 ગામો માંથી કોઈ એક ગામ માં બનાવવા માટે ઠરાવો અને લેખિત રજૂઆતો પણ કરવામાં આવી છે  જો આ સેન્ટર અહિજ રહે તો  15 ગામોના લોકો તેનો લાભ લઈ શકે. પૂર્વ તાલુકા પ્રમુખના ગામે આયુષ્યમાન દવાખાનું કાર્યરત છે આ ઉપરાંત બે કિલોમીટરના અંતરે ગમાણી તથા બાકરોલ ગામે પીએસસી સેન્ટરો આવેલા છે પરંતુ 15 ગામોના લોકોને 5 થી 10 કિ.મી નું અંતર કાપી રણજીત નગર સારવાર માટે આવવું પડે છે જેથી PHC સેન્ટર અન્યત્ર ખસેડવા સામે સરપંચોએ ઝુંબેશ ઉપાડી છે જે આગામી સમયમાં એક આંદોલન બનશે 15 ગામોના સરપંચોએ ગ્રામ પંચાયતના લેટરો લખી  આરોગ્ય મંત્રી, ધારાસભ્ય તથા આરોગ્ય વિભાગને 2023 માં લખ્યા છે. છતાં પણ 15 ગામોની અવગણના કરી એક વ્યક્તિને ખુશ કરવા માટે PHC સેન્ટરને ઝોઝ લઈ જવા સામે હજારો લોકો વિરોધ કરી રહ્યા છે

આરોગ્ય વિભાગે આ ગામોને નવું PHC સેન્ટર બનાવી આપીશુ ની હૈયા ધારણા આપતા સરપંચોએ નવું PHC સેન્ટર ઝોઝ ગામને આપવા અને જુનુ PHC ત્યાજ રહેવા દેવાની માંગણી કરી છે

Advertisement

Trending

Exit mobile version