Vadodara
બ્રહ્માકુમારીઝમાં રાજયોગ સત્રની તાલીમ બાદ શહેર પોલીસના ૧૫૦ જવાનોના સ્વભાવમાં આવ્યું પરિવર્તન
વડોદરા શહેર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલી નવતર પહેલના ભાગરૂપે અટલાદરા સ્થિત બ્રહ્મકુમારીઝમાં રાજયોગ સત્રમાં સહભાગી થયેલા ૧૫૦ પોલીસ જવાનોને એક પખવાડિયાની તાલીમ બાદ તેમના સ્વભાવમાં પરિવર્તન આવ્યું હોવાની ફળશ્રૃતિ મળી છે.
અટલાદરા બરોડામાં બ્રહ્માકુમારીઝ સેવાકેન્દ્ર સંચાલિકા બ્રહ્માકુમારી અરુણાબેન અને સહ સંચાલિકા બ્રહ્માકુમારી પૂનમબેન તથા વડોદરા પોલીસ તરફથી પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંહ, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી યશપાલ જગાણિયા અને એસીપી કમલેશ વસાવાના સહયોગથી જૂન મહિનામાં એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
જેમાં સેવા કેન્દ્રમાં ૫૦-૫૦ પોલીસકર્મીઓ તેમજ વડોદરા પોલીસની SHE Team ના ૫૦ મહિલા પોલીસકર્મીઓ માટે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અને આત્મનિયંત્રણ વિષય પર ૧૫ – ૧૫ દિવસ માટે બે રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું તથા ACP રાધિકા ભરાઈ ના સહયોગ થી વડોદરા પોલીસની શી ટીમની ૫૦ મહિલા પોલીસકર્મીઓ નું રાજયોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું
પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંહ, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા, ડીસીપી યશપાલ અને એસીપી કમલેશ વસાવા અને શી ટીમના એસીપી રાધિકા ભરાઈ ની હાજરીમાં ૧૫મી જુલાઈના રોજ તમામ સત્ર પૂરા થયા હતા.
જેમાં ૧૫૦ પોલીસકર્મીઓ સાથે તેમના પરિવારજનોએ રાજયોગ સત્રમાં ભાગ લીધો હતો અને આ દિવસો દરમિયાન રાજયોગથી તેના જીવનમાં જે પણ સકારાત્મક અનુભવો થયા હતા તે દરેક સાથે શેર કર્યા હતા અને ખાસ કરીને દરેકે પોતાનો અનુભવ કહ્યો હતો કે અમે રાજયોગ દ્વારા પોતાની અંદર શાંતિ પ્રાપ્ત કરી અને સકારાત્મક ઉર્જા ના વધારાનો અનુભવ કર્યો. જેનાથી અમારા ગુસ્સા અને તણાવના મૂડમાં ઘણો સુધારો કર્યો. કારણ કે પોલીસ વિભાગે અત્યંત કપરા સંજોગોમાં જવાબદારી સાથે કામ કરવાનું હોય છે. આથી ગુસ્સો અને તણાવનું સ્તર વારંવાર વધે છે જેમાં રાજયોગ સત્ર અમારા માટે ખૂબ જ સકારાત્મક અનુભવ હતો.
પોલીસ ટીમના પરિવારજનોએ પણ કબૂલ્યું હતું કે તેઓ ઘરે પણ રાજયોગ સત્ર દરમિયાન તેના સ્વભાવમાં ફેરફાર અનુભવે છે. કાર્યક્રમમાં બી.કે.અરુણા દીદીએ દરેકને રાજયોગની સતત પ્રેક્ટિસ કરતા રહેવા અને સેવા કેન્દ્રમાં સતત આવવા માટે શુભેચ્છાઓ અને આમંત્રણ આપ્યું હતું.
પોલીસ કમિશનર ડૉ. શમશેર સિંહ તેમના વક્તવ્યમાં દરેકને રાજયોગ સાથે પોતાનો આહાર અને દિનચર્યા રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. શિસ્તબદ્ધ રહીને તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે સંકલ્પબદ્ધ થવા માટે પ્રેરણાદાયી સંબોધન આપ્યું.
ત્યારબાદ જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નિનામા એ તમામ પોલીસકર્મીઓ ને સંબોધતા કહ્યું કે તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો અને અહીં આવ્યા પછી મને લાગ્યું છે કે વાસ્તવમાં સબકા માલિક એક હૈ. આપણને આશ્ચર્ય થાય કે ૫ ટાઇમ નમાઝી માણસ આધ્યાત્મિક વિચારો માં દીદી વિશે અને આ સંસ્થા વિશે આટલો સારો અભિપ્રાય આપે એ કદાચ હું પહેલીવાર સાંભળી રહ્યો છું.
૧૫૦ પોલીસકર્મીઓ અને તેમના પરિવારો સહિત ૩૦૦ થી વધુ ભાઈઓ અને બહેનોએ કાર્યક્રમનો લાભ લીધો હતો અને પ્રભુ પ્રસાદ સાથે કાર્યક્રમની શુભકામનાઓ પૂર્ણ થઈ હતી. સ્ટેજ સંચાલન બી.કે.પૂનમ બેન એ કર્યું હતું.
બ્રહ્માકુમારીઝ, અટલાદરા દ્વારા પોલીસકર્મીને સચોટ માર્ગદર્શન થકી આધ્યાત્મિક પરિવર્તન દ્વારા સમાજના રીયલ હીરો બન્યા આધ્યાત્મિક હીરો
બ્રહ્માકુમારીઝ, અટલાદરા વડોદરાનાં પ્રાંગણમાં સતત દોઢ મહિનાથી વડોદરા સીટી પોલીસ અને શીટીમનાં ભાઈ બહેનો પોતાના કાર્ય સ્થળને વધુ મૂલ્યવાન બનાવવા સશક્ત થયા