Gujarat

૧૦ હજાર કિમીનું અંતર કાપી વડોદરા પહોચી સીઆરપીએફની ૧૫૦ મહિલા બાઇકર્સ

Published

on

બેટી બચાવો-બેટી પઢાવોના સંદેશ સહ આવેલ યશસ્વિની મહિલા બાઈકર્સ રેલીનું જરોદ સ્વાગત-સન્માન

સીઆરપીએફની આ મહિલા બાઈકર્સ દેશના ૧૫ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લઇ એકતાનગર જવા રવાના

Advertisement

બેટી બચાવો, બેટી પઢાવોના સંદેશ સાથે બાઇક ઉપર ૧૦ હજાર કિલોમિટરનું અંતર કાપીને વડોદરા ખાતે પહોંચેલી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની મહિલા ટીમનું જરોદ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યશસ્વિની જરોદથી કેવડિયા જવા માટે રવાના થઇ હતી.

બેટી બચાઓ-બેટી પઢાઓની થીમ સાથે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સહયોગથી મહિલા શક્તિની ઉજવણી કરવા સી આર પી એફની મહિલા બાઇકર્સના જૂથ યશસ્વિની બાઇક અભિયાન શરૂ કરાયું છે જે એકતા નગર ખાતે ૩૧ ઓકટોબરના રોજ સરદાર પટેલની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પૂર્ણ થશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જનસેવા કરવા ઉપરાંત દેશની સમગ્ર નારી શક્તિને પ્રોત્સાહન પૂરું પાડવા અને મહિલા સશક્તિકરણ માટે અનેકો પ્રયત્નો કરી રહ્યા છે, જરૂર છે તો માત્ર મહિલાઓએ અંદરુની શક્તિને ઉજાગર કરવાની એમ વડોદરા મેયર પિંકીબેન સોનીએ પ્રાસંગિક વકતવ્ય આપતાં જણાવ્યું હતું.

Advertisement

આ યશસ્વિની ટીમ દેશના ૧૫ જેટલાં વિવિધ રાજ્યોમાં લગભગ ૧૦ હજાર કિલોમીટરનું અંતર કાપ્યા બાદ ગુજરાતમાં આવી પહોંચી હતી, જે ગાંધીનગર થઈને વડોદરાના જરોદ સ્થિત એન ડી આર એફ કેમ્પ ખાતે આવી પહોંચી હતી. બાઇકર્સની ૩ ટીમની કુલ ૧૫૦ મહિલા અધિકારીઓ મંગળવારે ક્રોસ-કન્ટ્રી રેલીમાં શ્રીનગર, શિલોંગ અને કન્યાકુમારીથી નીકળી હતી.

મહાનુભાવોના હસ્તે દરેક બાઇકર્સને વડોદરાની યાદગીરી સ્વરૂપે બાંધણી દુપટ્ટા આપી સન્માન કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષા આપણી દિકરીઓના હાથમાં પણ છે જે અન્ય બહેનો માટે પ્રેરણારૂપ બનશે. આપણા દેશની દિકરીઓ ઇચ્છે તો શું નથી કરી શકતી એમ સાંસદ રંજનબેન ભટ્ટે કહી બાઇકર્સને અભિનંદન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Advertisement

આ બાઇકર્સ આગામી તા.૩૧ ઓક્ટોમ્બરના રોજ સરદાર સાહેબની જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાનાર એકતા દિવસ પરેડમાં ભાગ લઈ રેલીની પૂર્ણાહુતિ કરશે.
ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આવેલ તમામ બાઇકર્સને અભિનંદન પાઠવ્યા તેમજ અન્યને પ્રોત્સાહન પૂરું પાડવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાઇકર્સને લીલી ઝંડી આપાઈ હતી.
કાર્યક્રમ દરમિયાન લોકલ ચેમ્પિયન બનેલ બહેનો તેમજ વિદ્યાર્થિનીઓને મેડલથી પુરસ્કૃત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ સ્વાગત કાર્યક્રમમાં આયુષ અઘિકારી ડો સુધીર જોશી, મહિલા અને બાળ વિકાસ અધિકારી વી.એસ.શાહ, દહેજ પ્રતિબંધક અઘિકારી મનહરભાઇ રોઝ અને કવિતા ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version