Chhota Udepur
છોટાઉદેપુર જિલ્લામાં ટીબી ની સારવાર લઈ રહેલા ૧૫૧૧ દર્દીઓને નિક્ષય પોષણ યોજના હેઠળ સહાય ચૂકવવા માં આવી
પ્રતિનિધિ, કાજર બારીયા
(અવધ એક્સપ્રેસ)
છોટાઉદેપુર જિલ્લામાં વર્ષ ૨૦૨૩ નોંધાયેલ અને ટીબી રોગની સારવાર લઈ રહેલા ૧૫૧૧ જેટલા દર્દીઓ ને ભારત સરકાર ની નિક્ષય પોષણ યોજના હેઠળ દર મહિને ૫૦૦ રૂપિયા લેખે રૂપિયા ૩૭૬૧૦૦૦/- તેમના બેંક એકાઉન્ટ માં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા જમા કરાવવા માં આવ્યા છે.
છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ડો ભરતસિંહ ચૌહાણ નાં જણાવ્યા પ્રમાણે પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા માં કોમ્યુનિટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ યોજના હેઠળ ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને જુદી જુદી એનજીઓ
સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી દાતાઓના સહયોગથી તથા સામાજિક આગેવાનો દ્વારા નિક્ષય મિત્ર બની ટીબી ની સારવાર લઈ રહેલા દર્દીઓને દત્તક લઇ પોષણ આહાર કીટ તૈયાર કરી ને વધારાનું પૌષ્ટિક આહાર મળે તેવા પ્રયાસો હાથ ધરાયા છે.
નિક્ષય મિત્ર સ્કીમ હેઠળ જિલ્લા માં અત્યાર સુધીમાં ૨૦ જેટલા નિક્ષય મિત્ર નોંધાયેલ છે અને તેમના દ્વારા ૧૧૩૦ જેટલી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરી ને ટીબી રોગના દર્દીઓ ને વિતરણ કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાએ ૮૯ ટકા જેટલો સક્સેસ રેટની સિધ્ધી હાંસલ કરી ને વર્ષ ૨૦૨૫ સુધી માં ટીબી હારેગા દેશ જિતેગા નાં સ્લોગન ને સાર્થક કરવા સકારાત્મક દિશામાં આગળ ધપાવવા તથા સમુદાય માંથી તમામ વર્ગના લોકો ને આ ઝૂંબેશ માં જોડવા માટે આહવાન કરવામાં આવે છે.