Panchmahal
ઘોઘંબા તાલુકાની તાલુકા પ્રાથમિક શાળામાં ૧૫૫ મા શાળા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી
ઘોઘંબા તાલુકા મથકે આવેલી તાલુકા પ્રાથમિક શાળામાં ચાલુ વર્ષે શાળાના ૧૫૫ મા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા શાળામાં વિદ્યાર્થીઓની નિયમિત હાજરી વધે અને વિદ્યાર્થીઓ તથા વાલીઓનો શાળા પ્રત્યે આકર્ષણ તથા સંબંધો જળવાઈ રહે તે માટે શિક્ષકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમ કરીને પોતાની ક્ષુષુપ્ત શક્તિઓનું પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની સાથે સાથે વિવિધ કલાઓમાં પણ ખૂબ હોશિયાર હોય છે તે આવા કાર્યક્રમો પરથી સમાજને જોવા મળતું હોય છે.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ રાઠવા, બી.આર.સી.કો. પ્રવીણભાઈ સોલંકી,આચાર્ય પિયુષભાઈ પટેલ, સરપંચ નિલેશભાઈ વરીયા, કિરીટભાઈ તલાટી, તથા smc સભ્યો અને મોટી સંખ્યામાં નગર જનો ઉપસ્થિત રહ્યા હતાં. સાથે સાથે આ કાર્યક્રમમાં ગામના સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા અને ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળા સ્ટાફ અને સર્વ કર્મચારીઓની પ્રશંસા કરી હતી. પધારેલા સર્વ મહેમાનો દ્વારા ઘોઘંબા તાલુકા મથકે આવેલી સરકારી પ્રાથમિક શાળા ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે અને તેમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ કક્ષાની સિદ્ધિઓ પ્રાપ્ત કરી ઘોઘંબા તાલુકાનું નામ રોશન કરે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. અને બાળકોને પ્રોત્સાહક ઇનામ પણ વિતરણ સાથે બાળકો સાથે પંગત મા બેસી ભોજન કર્યું હતું