Connect with us

Editorial

નર્મદા માંથી ૧,૭૦,૦૦૦ કયુસેક પાણી છોડવામાં આવશે નીચાણવાળા ગામો સાવધાન

Published

on

ઉપરવાસમાં પડતા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી સોમવારે સાંજના ૪.૩૦ કલાકે  સરદાર સરોવર બંધનાં ૧૦ દરવાજા ૧.૯૦ મીટર ખોલવામાં આવ્યા છે જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં ૧,૭૦,૦૦૦ ક્યુસેક પાણી વહેશે.

નદી તળ વિદ્યુત મથક (R.B.P.H) નાં ૦૬ મશીનો અને સરદાર સરોવર બંધનાં દરવાજાના સંચાલનને કારણે નર્મદા નદીમાં કુલ ૧,૭૦,૦૦૦ (૪૫,૦૦૦+ ૧,૨૫,૦૦૦) કયુસેક પાણી છોડવામાં આવશે.

Advertisement

જિલ્લા પ્રશાસન દ્વારા  વડોદરા જિલ્લામાં નર્મદા નદી કિનારાના શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના કુલ ૨૫ ગામોમાં તકેદારી અને સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. આ ગામોના  તલાટી અને તાલુકાના લાયઝન અધિકારીઓને મુખ્ય મથક પર  હાજર રહી અગમચેતીના પગલાં લેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

ડભોઇ તાલુકાના ચાંદોદ, કરનાળી અને નંદેરિયા, શિનોર તાલુકાના અંબાલી, બરકાલ, દિવેર, માલસર, દરિયાપૂરા, મોલેથા, ઝાંઝડ, કંજેઠા, શિનોર, માંડવા, સુરાશામળ તથા કરજણ તાલુકાના પુરા, આલમપુરા, રાજલી, લીલાઇપુરા, નાની કોરલ, મોટી કોરલ, જુના સાયર, સાગરોલ, ઓઝ, સોમજ, દેલવાડા, અરજપુરા ગામનો સમાવેશ થાય છે.

Advertisement

નર્મદા ડેમમાંથી પાણી છોડવાની શક્યતાઓને ધ્યાને રાખીને આ ત્રણેય તાલુકાના ઉક્ત ૨૫ ગામોના નાગરિકોને નદીના પટમાં ના જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ દુર્ઘટના કે જાનહાની ના થાય તે માટે સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Advertisement

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. આપત્તિના સમયે ૧૦૭૭ નંબર ઉપર સંપર્ક કરી શકાય છે.

 

Advertisement

વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૫ ગામોના નાગરિકોને સતર્ક કરાયા

નર્મદા નદીમાં કુલ ૧,૭૦,૦૦૦  કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે: જિલ્લા પ્રશાસન સાબદુ

Advertisement

 

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!