Panchmahal
ધોળીવાવ માં 21 મી સદી માં શિક્ષણ ની 18 મી સદી જેવી સ્થિતિ
(સુરેન્દ્ર શાહ દ્વારા)
ગુજરાત મોડલની કુલબાંગો પોકારતા સત્તાધીશો માટે જાંબુઘોડા તાલુકાના ધોળીવાવ ખાતેની પ્રાથમિક શાળાના ઓરડા બનાવવા માટેની પ્રાયોરિટીને હસિયામાં ધકેલી અન્ય ઉત્સવો અને મહોત્સવ ઉજવવામાં પારંગત ડબલ એન્જિનની સરકારે ગ્રામ્ય કક્ષાના વિદ્યાર્થીઓની તકલીફો સામે નજર રાખી નવા ઓરડાઓ યુદ્ધના ધોરણે બનાવવામાં આવે તે બાબતે યોગ્ય પગલા ભરવાની જરૂર છે જાંબુઘોડા તાલુકાના ધોલી વાવ ખાતે ધોરણ 1 થી 8 ની શાળાનું સંચાલન સરકારી ધોરણે ચાલે છે આ સાલા ના બે જર્જરીત ઓરડાઓ એક વર્ષથી જમીન દોસ્તી કરવામાં આવ્યા છે પરંતુ ત્યારબાદ નવા ઓરડા બનાવવામાં આવ્યા નથી પરિણામે અમુક વર્ગના વિદ્યાર્થીઓને અસહ્ય ગરમીમાં લીમડાના વૃક્ષ નીચે બેસીને અભ્યાસ માટે મજબૂર બન્યા છે અને વરસાદની સિઝનમાં સામેવાળાના ઘરના ઓટલા પર બેસીને અભ્યાસ કરવો પડે છે.
ગુજરાત મોડલ ના નામે અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ જીતી સત્તા હાસલ કરવામાં માહેર ભાજપ ની સરકાર દ્વારા છેલ્લા એક વર્ષથી ઓરડા બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું નથી અને તેની લઈને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઠંડી ગરમી કે વરસાદમાં વૃક્ષ નીચે બેસીને અભ્યાસ કરવો પડે છે તે ગુજરાત મોડલ માટે શરમજનક બાબત કહેવાય.