Panchmahal

હલકી ગુણવત્તા અને મીસબ્રાન્ડેડના ખાદ્યચીજોનું વેચાણ કરતા ૧૦ પેઢીઓને ૨.૩૫ લાખનો દંડ

Published

on

પંચમહાલ જિલ્લામાં ખાદ્ય-ચીજોનો વ્યવસાય કરતા વેપારીઓ, પેઢીઓ દ્વારા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી હલકી કક્ષા અને મીસબ્રાન્ડેડ પ્રોડક્ટસનું વેચાણ કરતા હોવાના કિસ્સા સમયાંતરે તપાસ દરમ્યાન જોવા મળતા પંચમહાલ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગોધરાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્યચીજોના શંકાસ્પદ નમુનાઓ રાજ્યની ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી ૧૦ ખાદ્ય ચીજો સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાન્ડ રિપોર્ટ જાહેર થયેલ હતા.આથી નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરનાર દુકાનદારો, પેઢીઓ સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ પંચમહાલ જિલ્લાના ડેઝીગ્નેટેડ ઓફિસરની મંજુરી આદેશના આધારે એડજ્યુડીકેટીગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટર, ગોધરાની કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા.જે કેસો ચાલતા દંડનીય કાર્યવાહીના ભાગરુપે અત્રેના જિલ્લાની કુલ-૧૦ પેઢીઓના નમુના સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાંડેડ જાહેર થયેલ હોય નિવાસી અધિક કલેકટરએ તમામ પેઢીઓને કુલ મળી રુપિયા ૨.૩૫ લાખની રકમનો દંડ કરવામાં આવેલ છે.

પેઢીનું નામ બંસલ સુપર માર્કેટ વાવડી ગોધરા, નમુનાનું નામ મોગરદાળ(લુઝ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૧૦,૦૦૦/- , પેઢીનું નામ બી.એમ પી. બેવરેનીસ જી.આઇ.ડી.સી ગોધરા, નમુનાનું નામ પેકેજડ ડ્રીંકીંગ વોટર (શ્રેષ્ઠ-બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૨૫,૦૦૦/- , પેઢીનું નામ જે.જે.ફુડ પ્રોડકટ ધોળાકુવા ગોધરા, નમુનાનું નામ ચીકી (મહા લક્ષ્મીબ્રાન્ડ), રિપોર્ટ મીસબ્રાંડેડ, દંડની રકમ રૂા.૫,૦૦૦/- , પેઢીનું નામ વાંચલ એગ્રો ફામર્સ જાબુંઘોડા, નમુનાનું નામ કુમઠી મરચું પાઉડર(લુઝ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૨૫,૦૦/- , પેઢીનું નામ ભૈરવનાથ પ્રોવિજન સ્ટોર કોતરીયા ગોધરા, નમુનાનું નામ સોયાબીન તેલ(મોતી બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૫૫,૦૦૦/- , પેઢીનું નામ જેઠાનંદ સેવકરામ સ્ટેશન રોડ ગોધરા, નમુનાનું નામ પામોલીન તેલ (કૈલાશપતિ બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૬૫,૦૦૦/- , પેઢીનું નામ બોમ્બે ચોપાટી આઇસ્કીમ જી.આઇ.ડી.સી.ગોધરા, નમુનાનું નામ ચોપાટી સ્પેશીયલ મિડિયમ ફેટ ફોઝન ડીસર્ટ, રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૫૦,૦૦૦/- , પેઢીનું નામ નંદનવન ગોધરા, નમુનાનું નામ ઇડલીનો તૈયાર લોટ(નંદનવન બ્રાન્ડ), રિપોર્ટ મીસબ્રાંડેડ, દંડની રકમ રૂા.૫,૦૦૦/- , પેઢીનું નામ ક્રિષ્ણા સ્વીટ માર્ટ ગોધરા, નમુનાનું નામ કોપરાપાક, રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ, દંડની રકમ રૂા.૫,૦૦૦/- , પેઢીનું નામ પોરવાલ સુપર માર્કેટ બામરોલી રોડ ગોધરા, નમુનાનું નામ ચાટપુરી(શ્રીગણેશ બ્રાન્ડ), રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ અને મીસબ્રાંડેડ -, દંડની રકમ રૂા.૧૨,૫૦૦/- ,આ પેઢીઓને ફુડ સેફટી એકટ-૨૦૦૬ હેઠળના એડજયુડિકેશન ચુકાદા અન્વયે દંડ કરાયો છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસરખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા-પંચમહાલની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

Advertisement

Trending

Exit mobile version