Connect with us

Surat

સુરત માં નવાગામ ડીંડોલી વિસ્તારમાં કરંટ લાગતા 2 પશુના મોત

Published

on

2 animals died due to electrocution in Navagam Dindoli area in Surat

સુનિલ ગાંજાવાલા

સુરત મહાનગરપાલિકા દ્વારા રખાયેલી બેદરકારીને કારણે બે અબોલ પશુઓના મોત થયા છે. ડીંડોલી વિસ્તારના ભરવાડનગરમાં બે ગાયોના મોત થતા સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટનાને પાલિકા તંત્ર દ્વારા ગંભીરતાથી લેવી જોઈએ. પશુઓની માફક ત્યાંથી પસાર થતા લોકોના જીવનો પણ જોખમ ઉભું થઈ શકે છે.નવાગામ ડિંડોલી ભરવાડ નગરના સ્ટ્રીટ લાઈટના એસએચ એલ 46 નંબરના પોલમાં વાયર ખુલ્લા રાખવામાં આવ્યો હોવાથી ઘટના બની છે.કરંટ લાગતા 2 અબોલ જીવના મૃત્યુ પામેલા છે. પાછળ ચાલતા વ્યક્તિ અને બીજા 2 ગાયના જીવ બચી ગયા છે. સ્ટ્રીટ લાઇટની વારંવાર કમ્પ્લેન કર્યા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. કરંટ લાગવાને કારણે ત્યાંથી પસાર થતી બે ગાયનું મોત થયું હતું.

Advertisement

2 animals died due to electrocution in Navagam Dindoli area in Surat

ગાયને લઈ જનાર ત્યાંના વ્યક્તિનો પણ આબાદ બચાવ થયો હતો. તેને કરંટ લાગે તે પહેલા જ તે પશુઓથી દૂર જતો રહ્યો હતો.ભરવાડનગરમાં રહેતા મેહુલ ભરવાડે જણાવ્યું હતું કે, વારંવાર આ વીજ પોલ અંગે સ્થાનિક નેતાઓને અને અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી. વીજપોલ ઉપરની લાઈટ દિવસ અને રાતે સતત ચાલુ રહેતી હતી. તેમજ તેના જે વાયર હતા, તે પણ ખુલ્લા હતા. આ બાબતે કોઈ મોટી ઘટના બની શકે છે. આ પ્રકારની વાત અમે કરી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવાય નથી. બે ગાયે જીવ સુરત મહાનગરપાલિકાના કારણે ગુમાવ્યા છે. પશુપાલક ખૂબ જ ગરીબ હોવાથી તેને આર્થિક રીતે કોર્પોરેશન દ્વારા મદદ આપવી જરૂરી છે. ચોમાસા દરમિયાન આ પ્રકારની ઘટના બને તો અહીં રમતા બાળકોનો તેમજ અન્ય અહીંથી પસાર થતા લોકોનો પણ જીવ જોખમમાં મુકાય શકે છે.

Advertisement
error: Content is protected !!