Kheda
વર્મા ટ્રાવેલર્સ માંથી 2 દેશી પીસ્તલ કારતુસ અને મેગેજીન ઝડપાઇ

રીઝવાન દરિયાઈ ખેડા: ગળતેશ્વર
અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજના મુવાળા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી તે દરમ્યાન ગોધરા તરફથી આવતી ભોપાલથી રાજકોટ તરફ જતી વર્મા ટ્રાવેલ્સ લકઝરી બસ નંબર AP 39 AT 2474 આવતા તેની તલાશી લેતા તેમાં પોલિસને એક શખ્સ પર સક થતા તેની તલાશી લેતા તેની પાસેથી લોખંડની 2 નંગ દેશી પીસ્તલ અને 10 નંગ કારતુસ મળી આવ્યા હતા પોલીસે 2 નંગ પીસ્તલ કિંમત 10,000 10 નંગ કારતુસ કિંમત 5000, એક મેગેજીન કિંમત 500 સહિત કુલ રૂ.22,220 કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ સેવાલીયા પોલીસે પકડાયેલ આરોપી શાહઝેબખાન મોહમહશેર અફઝલખાન રહે.શાસ્ત્રી કોલોની ઇન્દોર મધ્યપ્રદેશનાઓની અટક કરી છે
પોલીસે પીસ્ટલ કોની પાસેથી અને કોને આપવાની તે માટે પૂછપરછ કરતા ઇન્દોરના ઇમરાનખાન પાસેથી ખરીદી હતી અને શાહરૂખ ખાન પઠાણ નાઓએ મંગાવેલ હોવાની કબુલાત કરી હતી સેવાલીયા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
- પોલીસે પીસ્તલ સહિત કુલ રૂ.22,220 કિંમતનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસ હાથ ધરી