Ahmedabad

સ્વામિનારાયણ મંદિર, સિકાકસ, ન્યુજર્સી, યુ.એસ.એ.માં ૨૨ મા વાર્ષિક પાટોત્સવની ત્રિદિવસીય ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ

Published

on

વિવિધ સંસ્થાઓને સંસ્થાન દ્વારા માતબર દાનની સરવાણી…

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકાકસ, ન્યૂજર્સી અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. અમેરિકાના, ન્યુ જર્સીના સિકાકસ ખાતે ઐતિહાસિક ૭૮૦ કિલો સુવર્ણતુલાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજી બાપાશ્રી તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપના મૂર્તિની પ્રતિષ્ઠા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી હતી.

Advertisement

 

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પંચમ વારસદાર વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના નોર્થ અમેરિકાના અવિરત વિચરણથી યુ.એસ.એ.માં સત્સંગની અભિવૃદ્ધિ થઈ છે.

Advertisement

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અધ્યક્ષતામાં “શ્રી સ્વામિનારાયણ મંદિર, સિકાકસ, ન્યુજર્સી, યુ.એસ.એ.માં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો ૨૨ મો વાર્ષિક પ્રતિષ્ઠોત્સવ” ત્રિદિવસીય મહોત્સવની દિવ્યતા અને ભવ્યતાસભર પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ મહોત્સવ દરમ્યાન સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી શ્રી રહસ્યાર્થ પ્રદીપિકાટીકા સહ વચનામૃત ગ્રંથની પારાયણ, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયાણો, કથાવાર્તા, મહિલા સાંસ્કૃતિક કાર્યક્રમ, રાસોત્સવ તથા ષોડશોપચારથી પૂજન, અર્ચન, અન્નકૂટ દર્શન, નિરાજન – આરતી, પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદ વગેરે અધ્યાત્મસભર કાર્યક્રમો યોજાયા હતા.

Advertisement

આ પાવન અવસરે
Congressmen Pascrell, Mayor Gonnelli – Secaucus, Mayor Sayegh Paterson, State Senator Brian Stack, Hudson County Sheriff Schillari, Assistant Hudson County Prosecutor, Rep from Governor Office, Rep from Congressman Menendez Office, Secaucus Town Council, County Commissioner Bob વગેરે નામાંકિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પરમ પૂજય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વરદ હસ્તે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા મેયરશ્રીને શિકાકસ ઇમરજન્સી ફંડ, યુથ એલાઇન્સ, ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને 4000 યુએસ ડોલરનું માતબર દાન આપવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, વિદેશની ધરા પર સ્વામિનારાયણબાપા , સ્વામીબાપાની સ્મૃતિ તાજી ને તાજી રહે તે માટે આપણા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે આપણને આ મંદિર મહેલ આપ્યો છે. મંદિર એટલે સંસ્કાર કેન્દ્ર. જયાં માણસ પોતાના મનુષ્ય જીવનનું કર્તવ્ય સમજી ભકિતના માર્ગે ચાલે છે. જીવોનાં આત્યંતિક કલ્યાણ માટે આ મંદિરનું નિર્માણ કર્યું છે. ભગવાન ભજવા માટે મંદિરોના નિર્માણ કર્યા છે. ભગવાન ભજવા એ સારી પ્રવૃત્તિ છે તથા મોક્ષમાર્ગને આપનારી છે. માણસ એ સહચર પ્રાણી છે. સમૂહમાં ભગવાનનું ભજન, ભક્તિ કરી શકે તે માટે મંદિરોના નિર્માણ કરવામાં આવ્યાં છે. વડીલોએ મંદિરમાં આવું ત્યારે પોતાના સંતાનોને પણ મંદિરમાં લાવવા જેથી કરીને સંતાનોમાં પણ સદ્ભાવ, ભાતૃભાવ તથા સારાં સંસ્કારનું સિંચન થઈ શકે તે માટે મંદિરોના સર્જન કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત જણાવ્યું હતું કે જો સંતતિ જળવાશે તો સંપત્તિ પણ જળવાશે. નાનપણથી બાળકોમાં સંસ્કારનું સિંચન કર્યું હશે તો સમાજ અને સંસ્કૃતિ બંને જળવાશે. પાવનકારી પર્વે સિકાકસ, ન્યુજર્સીના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દિવ્ય અવસરનો લ્હાવો દેશ વિદેશના હરિભક્તોએ ભકિતભાવપૂર્વક દબદબાભેર લીધો હતો.

Advertisement

Trending

Exit mobile version