Surat
સુરતમાં 24.47 લાખનો ગાંજાનો જથ્થો ઝડપાયો, પોલીસે એકની ધરપકડ કરી
સુરત જિલ્લાના કામરેજ સ્થિત નવી પારડી ગામની સીમમાં બગીચામાં સંતાડવામાં આવેલો 24.47 લાખનો ગાંજાનો જત્થો સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે. આ ઘટનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.સુરત ગ્રામ્ય એસઓજી પોલીસને માહિતી મળી હતી કે નવી પારડી ગામની સીમમાં આવેલા થારોલી ફળીયામાં રહેતા ભાવેશ મકવાણા નામના ઇસમેં તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં આવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જત્થો રહેલો છે.માહિતીના આધારે પોલીસે અહી દરોડો પાડી તપાસ કરતા 24 લાખ 47 હજાર અને 400 રૂપિયાની કિમતનો 244.740 કિલોગ્રામ ગાંજાનો જત્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે આ ઘટનામાં ભાવેશ ભૂપતભાઈ મકવાણા (ઉ.40)ની ધરપકડ કરી હતી તેમજ બે મોબાઈલ અને ગાંજાનો જત્થો મળી કુલ 24.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે ઝડપાયેલો ઇસમ ભાવેશ છૂટકમાં ગાંજાના જ્ત્થાનું વેચાણ કરતો હતો જેથી તે સુરતના કાલુ નામના ઇસમ પાસેથી પણ ગાંજાનો જત્થો ખરીદતો હતો અને આરોપી ભાવેશ અને કાલુ તથા કાલુના માણસે મળી મોટા પ્રમાણમાં ગાંજાનો જત્થો મંગાવી આરોપી ભાવેશે તેના ઘરની પાછળના ભાગે આવેલા વાડામાં ગાય ભેસના ગમાણની પાછળ બનાવેલા બગીચામાં લોખંડની પેટીમાં ગાંજાનો જત્થો સંગ્રહ કર્યો હતો જેમાંથી તેઓ બંને છૂટક તથા જત્થાબંધ વેચાણ કરવામાં આવતા હતા. વધુમાં પોલીસે આ ઘટનામાં કાલુ તથા તેના માણસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત