Business
નામ જીઓ પણ ધંધા મારી નાંખવાના રિચાર્જમાં 25% નો વધારો
જીઓ કંપની દ્વારા રાતોરાત રિચાર્જના દરમાં એકાએક 25% નો વધારો કરી ગ્રાહકોને દુકાળમાં 13 મો મહિનો ઉભો કર્યો છે પહેલા મફતમાં આપી ગ્રાહકને આદત લગાવ્યા બાદ રિચાર્જ મોંઘુ કરી દીધું. લોકોને નેટના વ્યસની બનાવી દીધા આદતથી મજબૂર બનેલા યુવાનો કોઈ પણ જાતના વિરોધ વિના રિચાર્જ કરાવતા રહ્યા. ચૂંટણી સુધી બધુ બરોબર ચાલ્યું અને ચૂંટણી પત્યા બાદના રિચાર્જમાં 25% નો વધારો કરતા મધ્યમ તથા ગરીબ વર્ગના બજેટમાં પણ વધારો થયો છે ઘરમાં પાંચ સભ્યો હોય તો દરેકના મોબાઇલ અલગ અલગ હોય છે અને બધામાં રિચાર્જ ફરજિયાત કરવું પડે છે. એક ટાઈમ જમ્યા વિના ચાલે પણ મોબાઇલ વિના ના ચાલે
ચાલાક ટેલિકોમ કંપનીઓએ 30,31 દિવસના મહિનાને 28 દિવસ કરી વર્ષના 12 ના બદલે 13 મહિના કર્યા જે ગ્રાહકો માટે દુકાળમાં 13મા મહિના જેવો છે જીઓ સત્તા પક્ષની વ્હાલી કંપની છે. વડાપ્રધાન મોદીએ સીમ કાર્ડ નું પ્રમોશન કર્યું હતું. ચૂંટણીમાં રાજકીય પક્ષો અબજો રૂપિયા ખર્ચે છે જે રૂપિયા ઉદ્યોગો પાસેથી લેવાય છે ઇલેક્ટોરલ બોન્ડનુ મોટું કૌભાંડ બહાર આવ્યું છે જેમાં કંપનીઓ પાસેથી કેવી રીતે ફંડ લેવામાં આવ્યું તે જગ જાહેર છે. ચૂંટણી બાદ અચાનક રિચાર્જનો ભાવ વધી જતા મોબાઈલ ધારકો વડાપ્રધાન સામે શંકા સેવી રહ્યા છે.
આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ “જીઓ ઓર જીને દો” પરંતુ ટેલિકોમ કંપનીએ “જીને નહીં દૂંગા” નું સૂત્ર અપનાવી 239 નું રિચાર્જ 302 અને 299 ના રિચાર્જના 349 કરી નાખ્યા છે નેટવર્કના ધાંધીયા સ્પીડ મળતી નથી જેથી ગ્રાહકોના હાલ “જીયે તો જીયે કેસે” જેવા છે જો ભાવ હજુ આમજ વધતા રહ્યા તો ગ્રાહકોને અન્ય સસ્તી કંપનીમાં સિમકાર્ડ પોર્ટ કરાવવાની ફરજ પડશે ભારત દેશને મોગલો અને અંગ્રેજો બાદ હવે કોર્પોરેટ લુટવા બેઠું છે લુટો ભાઈ લુટો કોના બાપની દિવાળી