Gujarat
સુરત નાં પનાસ ગામમાં ઘરમાં જુગાર રમતા 26 જુગારીઓ ઝડપાયા

સુરતનાં પનાસ ગામમાં આવેલા એક ઘરમાં જુગાર રમતા 26 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ જુગારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ કુલ 3.56 લાખનો મુદામાલ પણ જપ્ત કર્યો હતો. સુરતના ખટોદરા પનાસ ગામ સ્થિત ઘરમાં કેટલાક ઈસમો એકઠા થઈને જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન પીસીબી પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. પોલીસે ઘરમાં જુગાર રમતા 26 લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે 2.14 લાખની કિંમતના 26 મોબાઈલ ફોન તેમજ અંગઝડતી તેમજ દાવપરના રોકડા રૂપિયા મળી કુલ 3.56 લાખની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત જુગારધામ ચલાવનાર ચિત્રશેન ઉર્ફે બાબુ સ્વાઇ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત