Vadodara

૨૬ નગરપાલિકાઓને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. ૫૬ કરોડની ગ્રાન્ટના ચેકનું વિતરણ

Published

on

વડોદરા ઝોનની કુલ ૨૬ નગરપાલિકાઓને શુક્રવારે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્રથમ હપ્તા પેટે કુલ રૂ. ૫૬ કરોડની ગ્રાન્ટના ચેકોનું મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે મુખ્યમંત્રીના હસ્તે રૂ.૧૫૧૨ કરોડની રકમના ચેક અર્પણ સમારોહનું મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્ય સરકારે શહેરોમાં વિવિધ અને બહુહેતુક માળખાકીય સુવિધાઓ તેમજ શહેરી ગરીબોના આવાસો માટે વધારાની સહાય, તેમજ નગરોમા સેવાસદનના મકાનો માટે સહાય આપવાની યોજના શરૂ કરી છે.

આ યોજનાનું ભૌતિક આંતરમાળખાકીય સુવિધાઓ, સામાજીક આંતરમાળખાકીય સુવિધાઓ, અર્બન મોબીલીટી, શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવા કામો – વગેરે ચાર ઘટકોમાં વિભાજન કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ રોડ-રસ્તા, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ટાઉનહોલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ગાર્ડન તથા અન્ય કામો કરી શકાય છે.

Advertisement

જે અંતર્ગત અ, બ, ક અને ડ વર્ગની નગરપાલિકાઓને અનુક્રમે રૂ. પાંચ કરોડ, રૂ.ત્રણ કરોડ, રૂ. ૨.૨૫ કરોડ અને રૂ. ૧.૦૦ કરોડની ગ્રાન્ટ દર વર્ષે મળતી હોય છે. પરંતુ વર્ષ ૨૦૨૩- ૨૪ માટે વધીને અનુક્રમે રૂ ૭.૫૦ કરોડ, રૂ ૫.૦૦ કરોડ, રૂ. ૪.૦૦ કરોડ અને રૂ. બે કરોડની ગ્રાન્ટ નગરપાલિકાઓને ફાળવવામાં આવી છે.

આખા વર્ષ દરમિયાન યોજના અંતર્ગત વડોદરા ઝોનની નગરપાલિકાઓને કુલ રૂ.૯૯.૦૦ કરોડની રકમ મળશે.

Advertisement

મુખ્યમંત્રીના હસ્તે વડોદરા ઝોન પૈકીની ગોધરા, ખંભાત અને પાદરા નગરપાલિકાને ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે સ્ટેજ પરથી ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં વડોદરા ઝોનના પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ એસ. પી ભગોરા, અધિક કલેક્ટર ગોપાલ બામણીયા,ચીફ ઓફિસર અશ્વિન પાઠક, કાર્યપાલક ઈજનેર એ. આર. પટેલ તથા તમામ નગરપાલિકાઓના પ્રમુખ, ચીફ ઓફિસર, પદાધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Trending

Exit mobile version