Gujarat
સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર ખાતે પ્રથમ શિખરબંધ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉજવણી.

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુર હરિભક્તો, ભાવિકો અને આસ્તિકો માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતોના અધ્યક્ષ સ્થાને ધાંધલપુર ખાતે પંચમહાલનું પ્રથમ શિખરબંધ સંગેમરમરનું મંદિરનો દ્વિતીય વાર્ષિક પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.
સ્વામિનારાયણ મંદિર, ધાંધલપુરમાં દર્શન આપતાં સ્વામિનારાયણબાપા સ્વામીબાપાના દ્વિતીય વાર્ષિક પાટોત્સવ પર્વે ષોડશોપચારથી પૂજન અર્ચન, અન્નકૂટ, આરતી, અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો યોજાઈ હતી.
સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂજનીય સંતો પંચમહાલ જિલ્લાના મહંતશ્રી યોગપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ ઘનશ્યામસ્વરૂપદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ધર્મતનયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, સંત શિરોમણિ સંતપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી વિજ્ઞાનપ્રકાશદાસજી સ્વામી, સંત શિરોમણિ ઉત્તમશરણદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી, સંત શિરોમણિ શ્રી નિર્દોષસ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં પાટોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.
આ દિવ્ય પાવનકારી અવસરે પુજનીય સંતોએ સંતવાણીમાં જણાવ્યું હતું કે, અંધશ્રદ્ધાથી દૂર રહી, વ્યસનોને તિલાંજલિ આપવી. વ્યસનો રહિતનો માનવી અધોગતિના પંથે જતો નથી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ માટે મંદિરથી બીજું કોઈ સારું અને સુંદર સ્થળ જ નથી. મંદિરનું વાતાવરણ જ મનને લોભાવનારું હોય છે. આ એજ સ્થળ છે જ્યાં આપણા મનને શાંતિ મળતી હોય છે. જીવનમાં અંતરશાંતિ તો ભગવાનના કથા- કીર્તન, ભજન ભકિતમાં જ છે તે માટે જ મંદિરનું નિર્માણ કર્યું છે. મોટી સંખ્યામાં દેશ-વિદેશના હજારો હરિભક્તોએ હરીભક્તોએ આ દિવ્ય પાવનકારી અણમોલ અવસરનો લ્હાવો લીધો હતો.