Connect with us

Surat

3 બદમાશો વેપારી સાથે ઝપાઝપી કરી સોનાની ચેઇન લૂટી બે બાઇક પર તો એક રેલીંગ કૂદી ભાગી ગયા હતા

Published

on

3 miscreants scuffled with the businessman, looted a gold chain and escaped by jumping over a railing on two bikes.

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત”અવધ એક્સપ્રેસ”)

સુરત પુણા પોલીસ દ્વારા ત્રણ નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે.આ ત્રણે આરોપીઓ દ્વારા ગતરોજ પૂર્ણા પોલીસના હદ વિસ્તારમાં જ એક કાપડ વેપારીને અટકવી તેઓને તેમના ગૌડાઉનમાં દારૂ હોવાનું કહીને ડર બતાવ્યો હતો.અને ત્યારબાદ તેમની પાસેથી જબરજસ્તી સોનાની ચેઇન લઈને ભાગી છૂટ્યા હતા.સુરત પુણા પોલીસ દ્વારા ત્રણ નકલી પોલીસની ધરપકડ કરવામાં આવી છે.આ ત્રણે આરોપીઓ દ્વારા ગતરોજ પૂર્ણા પોલીસના હદ વિસ્તારમાં જ એક કાપડ વેપારીને અટકવી તેઓને તેમના ગૌડાઉનમાં દારૂ હોવાનું કહીને ડર બતાવ્યો હતો.ત્યારે વેપારી પોલીસને ફોન કરવા જતા તેઓનો ફોન અને સોનાની ચેઇન લઈને ભાગી છૂટ્યા હતા.થોડે દૂર જઈ ફોન ફેંકી ફરાર થઇ ગયા હતા.આ સમગ્ર મામલે વેપારીએ પૂર્ણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે આ મામલાને ગંભીરતાથી લઇ તાત્કાલિક તપાસ શરૂ કરી આજરોજ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગોડાઉનમાં દારૂ હોવાનું કહી ડરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશનના હેડ કોસ્ટેબલ અશોક ભાગલે જણાવ્યુંકે, આ ઘટના ગઈકાલે બની જે મામલે ફરિયાદી શૈલેષ વાવડિયાએ પુણા પોલીસમાં ફરિયાદ આપી હતી કે, તેઓનું અમારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ માતૃશક્તિ સોસાયટી પાસે રેશમાં રો હાઉસમાં કાપડના ગૌડાઉન છે.

Advertisement

3 miscreants scuffled with the businessman, looted a gold chain and escaped by jumping over a railing on two bikes.

તેઓ જઈ રહ્યા હતા ત્યારે એક નકલી પોલીસ બની આવેલા એક શખ્સ શરૂઆતમાં તેઓની મોપેડ અટકાવી ચાવી કાઢી ગોડાઉનમાં દારૂ હોવાનું કહી ડરાવી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ અન્ય બે ઈસમો બાઈક ઉપર આવી તેમને બાપા સીતારામ બ્રિજ ઉપરથી રેશ્મા સર્કલ પાસે લઈ ગયા હતા.એમ કહ્યું હતું કે, અમારી પાસે પાક્કા પાયે બતમી ચેકે, તમારા ગૌડાઉનમાં દારૂ છે એમ કહ્યું હતું ત્યારે ફરિયાદી એ જણાવ્યું હતું કે, હું આવો ધંધો નથી કરતો. ચાલો મારું ગૌડાઉન બતાવું તો ત્રણે ગુસ્સે થઇ ગયા હતા. કહ્યું કે, પોલીસ ઉપર શંકા કરો છો. આ કેસમાં એવો ફીટ કરી નાખીશ કે, તમારી જામીન પણ નહીં થશે. જેથી ફરિયાદી ખૂબ જ ગભરાઈ ગયા હતા. આ જોઈ ત્રણે ઈશમોએ ગળામાં રહેલી ચેન માંગી હતી.ચેઈન નહીં આપતાં તેઓ જબરજસ્તી થી લઇ ફરાર થઇ ગયા હતા. રસ્તામાં વેપારીને શંકા જતા તેણે ચાલુ મોપેડમાં ઉતરી 100 નંબર ૫૨ કંટ્રોલને જાણ કરવા મોબાઇલથી કોલ કર્યો હતો. હાથમાંથી મોબાઇલ ઝુંટવી પછી 3 બદમાશોએ વેપારી સાથે ઝપાઝપી કરી સોનાની ચેઇન તોડીને ભાગી ગયા.મોબાઇલ રસ્તામાં ફેંકી દીધો હતો. બે જણા બાઇક પર તો એક રેલીંગ કૂદી ભાગી ગયો હતો. જે મામલે આજરોજ ત્રણ આરોપીઓની મોટા વરાછાથી ધરપકડ કરવામાં આવી છે.

* નકલી પોલીસ બની લૂટ ચલાવતી ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ

Advertisement
error: Content is protected !!