Gujarat
બોરસદ પાસે રિક્ષામાં વિદેશી દારૂના જથ્થા સાથે 3 શખ્સ પકડાયા
વાસદ-તારાપુર રોડ પર આવેલા
– કરમસદ, દાહોદ અને એમપીના શખ્સ સામે ગુનો નોંધ્યો : 3 મોબાઇલ, ફોન, રિક્ષા સહિત 1.19 લાખનો મુદ્દામાલ કબજે લીધો
આણંદ : આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ-તારાપુર રોડ ઉપર આવેલ બોરસદ નજીકના વહેરા બ્રીજ નીચેથી વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહેલી એક સીએનજી રીક્ષા સહિત ત્રણ શખ્સોને બોરસદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડયા હતા. પોલીસે રૂા.૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે લઈ ત્રણ શખ્સો વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લામાંથી પસાર વાસદ-તારાપુર રોડ ઉપર આવેલ બોરસદ નજીકના વહેરા બ્રીજ ખાતેથી એક સીએનજી રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો હેરફેર થનાર હોવાની ગુપ્ત બાતમી બોરસદ ગ્રામ્ય પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ વહેરા બ્રીજ ખાતે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમિયાન બાતમીમાં વર્ણવ્યા મુજબની સીએનજી રીક્ષા ત્યાં આવી ચડતા પોલીસે કોર્ડન કરી તેને અટકાવી હતી.
પોલીસે રીક્ષાની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂના ૪૮ ક્વાટરીયા તેમજ ૫૨-બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે રીક્ષામાં સવાર ત્રણેય શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તે વિજય ઉર્ફે રાહુલ મૂળજીભાઈ રાવલ (રહે.કરમસદ), વેસ્તાભાઈ કનીયાભાઈ વકમીયા (રહે.રીગોલ, એમપી) અને વિપુલ કનૈયાલાલ મીણા (રહે.નવાપુરા, દાહોદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો (અંદાજિત કિં.રૂા.૧૦ હજાર), ઝડપાયેલ શખ્સોની અંગઝડતીમાંથી મળેલ ત્રણ મોબાઈલ ફોન તથા રીક્ષા મળી કુલ્લે રૂા.૧.૧૯ લાખનો મુદ્દામાલ કબજે લઈ તમામ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
બ્યુરો રિપોર્ટ બસર ચિશ્તી આણંદ..