Gujarat
પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળની ૩૫મી સામાન્ય સભા યોજાઈ
પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળની ૩૫મી સામાન્ય સભા કલરવ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી અને પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળના પ્રમુખ કિરીટ પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી. જેમાં આચાર્ય સંઘના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ જીતેન્દ્ર ઠાકર તથા દિલીપભાઈ દસાડીયા, જયદીપસિંહ પુવાર તેમજ જુદા જુદા ઘટક સંઘના હોદ્દેદારો, આચાર્યઓ વિજ્ઞાન મંડળના અધ્યક્ષ રીતેશભાઈ જોશી પંચમહાલ જિલ્લા વિજ્ઞાન મંડળના મંત્રી કે.વી રાણા તેમજ કારોબારી સભ્યઓ આચાર્યઓ અને જુદી જુદી શાળાના વિજ્ઞાન શિક્ષકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આગામી સમયમાં સંકુલ અને જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનના તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિજ્ઞાન વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં વધુ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ સાથે જોડાય અને વિજ્ઞાન વિષયમાં રસ કેળવે તે માટે શાળા કક્ષાએ વિજ્ઞાન શિક્ષકો દ્વારા સુચારુ આયોજન થાય તેવું સૂચન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાવાનું છે ત્યારે બધી જ શાળાઓ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે અને સારો ઇનોવેટિવ વિચાર અને કૃતિ રજૂ કરે તે માટે હાકલ કરવામાં આવી હતી.