Vadodara
વ્યાજે પરિવાર ને બેઘર કર્યો 5 લાખ સામે 36 લાખ વસુલ્યા વધુ 20 લાખ બાકી કાઢ્યાં
સાવલી તાલુકાના મંજુસર ગામે ખાનગીરાહે જરૂરિયાત વાળા તેવો ના ગ્રાહકો ને વ્યાજે નાણાં ધીરનાર વ્યાજખોર પિતા પુત્રો ની ત્રિપુટી એ રૂપિયા 5 લાખ ના સામે 36 લાખ વસુલ્યા મકાન નો દસ્તાવેજ કરાવી લીધો અને વધુ 20 લાખ બાકી કાઢ્યાંવ્યાજખોરો ના અમાનુષી અત્યાચાર થી આપઘાત કરીલેવાની ગુજરાત માં વધેલ ઘટનાઓ બાદ વ્યાજખોર સામે પોલીસ દ્વારા સકંજો કસવા માં આવ્યો છે.
ત્યારે વડોદરાજિલ્લા,સાવલી તાલુકા ના મંજુસર ગામ મા પિતાપુત્રો ની ત્રિપુટી એ ગામ ના એક પટેલ પરીવાર ને 10% વ્યાજે રૂપિયા 5 લાખ આપી સામે ચકરવૃદ્ધિ વ્યાજ સાથે રૂપિયા 36 લાખ ની વસુલાત કરી મકાન નો દસ્તાવેજ લખાવી લઈ કબજો લઈલીધો હતો માતબર રકમ ચૂકવ્યા બાદ પરિવાર મકાન પરત લેવા ગયા ત્યારે વ્યાજખોર ત્રિપુટી એ હિસાબ પેટે રૂપિયા 20 લાખ બાકી કાઢતાં ત્રસ્ત પરિવારે વ્યાજખોર પિતાપુત્રો ની ત્રિપુટી સામે મંજુસર પોલીસમથક માં ફરિયાદ નોંધાવી હતી. જે બાબતે સમગ્રપંથકમાં ચર્ચા નો વિષય બન્યો છે. મંજુસર પોલીસે પીડિત ની ફરિયાદ ના આધારે વ્યાજખોર પિતાપુત્રો ની ત્રિપુટી ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.